ઉમરસાડીમાછીવાડમાં રનિંગ ક્રિકેટ ટુર્ના. યોજાઈ
- byDamanganga Times
- 28 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૭ ઃ પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામની ક્રિકેટ ટુર્નામેન્ટમાં જય જલારામ ઍ વાણીયા ફળિયાની ટીમ ફાઇનલ વિજેતા બની હતી ઉમરસાડી માછીવાડ ગામમા ટંડેલ સ્પોર્ટ્સ ક્લબ આયોજિત રનિંગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ ૨૨ ટીમમોઍ ભાગ લીધો હતો. દરેક ટીમો ઍ જીતવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન પ્રયત્ન કર્યો હતો અંતે જય જલારામ ઍ વાણીયા ફળિયા તેમજ નવયુગ ઍ કસ્ટમ ફળિયાની ટીમ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો ફાઇનલ મેચમાં જય જલારામ ઍ વાણીયા ફળિયાની ટીમે ટોચ વિજેતા બની પહેલા બેટિંગ કરતાં નિર્ધારિત આઠ ૮ ઓવરમાં આઠ વિકેટના નુકસાને ૯૫ રન બનાવ્યા હતા.
ફાઇનલ ટ્રોફી, ઉપવિજેતા ટ્રોફી, રોકડ પુરસ્કાર અન્ય ઇનામો આમંત્રિત મહેમાન ઓના હસ્તે ઍનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરતભાઈ નારણભાઈ ટંડેલ મોરી ફળિયા મહેમાન તથા અતિથિ વિશેષ ઓમાં ક્રિષ્નાભાઈ વી. ટંડેલ માછી મહાજન પંચના પ્રમુખ પ્રવીણભાઈ ડી.ટંડેલ ઉપપ્રમુખ અશોકભાઈ ઍન. ટંડેલ સેક્રેટરી મુકેશભાઈ કે. ટંડેલ જોઇન્ટ સેક્રેટરી દલપતભાઈ ડી.ટંડેલ ખજાનચી મંદિર કમિટીના પ્રમુખ રામચંદ્રભાઇ ઍમ. ટંડેલ, જવાહરલાલ આર. ટંડેલ ગામ પંચાયત સભ્ય તેમજ પ્રકાશભાઈ ઍન. ટંડેલ ઉપસ્થિત રહ્નાં હતા. આમંત્રિત મહેમાન ઓને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ટંડેલ સ્પોર્ટ્સ ક્લબના હોદ્દેદારો તેમજ સમગ્ર મોરી ફળિયાના સથવારે આ કાર્યક્રમ સફળ રહ્ના હતો.
