પારડી વૈજનાથ મહાદેવ મંદિરનો ૨૭મો પાટોત્સવ ઉજવાયો
- byDamanganga Times
- 28 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૭ ઃ પારડી માં કિલ્લાની તળેટીમાં આવેલ પવિત્ર પ્રાચીન સ્વયંભૂ પ્રગટ થયેલા વૈજનાથ મહાદેવ મંદિરનો ૨૭ મો પાટોત્સવ યજ્ઞ પૂજા અને ભજન કીર્તન મહાપ્રસાદ સાથે યોજાયો હતો અહીં મંદિર પરિસરમાં મંદિરના ટ્રસ્ટી રાજેશભાઈ રાણા અમૃતભાઈ પ્રજાપતિ સાથે મંદિરના પૂજારી સંજયભાઈ રાવલ ભેગા થયા હતા અને વહેલી સવારથી સ્વાધ્યાય મંડળના પૂજ્ય બ્રાહ્મણ યુવાનોઍ સનાતન ધર્મ પરંપરાગત ભગવાન ભોળાનાથ માતા પાર્વતી શ્રી ગણેશ ભગવાન લક્ષ્મીનારાયણ સાથે તમામ દેવી દેવતાઓ નું પૂજન કરાવ્યું હતું અને વૈદિક મંત્ર ચાર સાથે યજ્ઞ કરાવ્યા હતા.
પવિત્ર મંદિરના સ્થાપિત શિવલિંગમાં દરેક ચીજ વસ્તુઓથી અભિષેક કરાવવામાં આવ્યો હતો અને વૈદિક મંત્ર બોલવામાં આવ્યા હતા.
વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં આવ્યા હતા ને ૨૭ માં પાટોત્સવમાં સામેલ થયા હતા. દરેક પ્રકારની ધાર્મિક વિધિ પ્રમાણે પૂજા થયા બાદ અભિષેક થયા બાદ દંપતિઓ પૂજામાં બેઠા હતા ને બે ત્રણ કલાકની પૂજા બાદ મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો. જેમાં વિશાળ સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્ના હતા અને મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.
