Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ઉમરસાડીમાછીવાડમાં રન ફોર યુનિટી અને સાયબર ફ્રોડ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ઉમરસાડીમાછીવાડમાં રન ફોર યુનિટી અને સાયબર ફ્રોડ જાગૃતિ કાર્યક્રમ યોજાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૭ ઃ પારડી તાલુકા માં આવેલ ઉમરસાડી માછીવાડ ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર વિશ્વમાં સંસ્કૃતિ અને સનાતન ધર્મ ને ઉજાગર કરનાર યુવા શક્તિનો આદર્શ, યુવાઓનો પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે રન ફોર યુનિટી ૨૦૨૬ અને સાયબર ફ્રોડ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં માલતીબેન મુકેશભાઈ ટંડેલ વલસાડ નગરપાલિકા પ્રમુખ સાયબર ક્રાઇમ વલસાડના જીગ્નેશભાઈ લશ્કરી પોલીસ સ્ટેશન પ્રિયંકાબેન તથા ધવલભાઈ જીવ દયા ગૃપ ગૌ સેવા ગામના સરપંચ  ખુશ્બુબેન જે. ટંડેલ, ડેપ્યુટી સરપંચ  -જ્ઞાબેન ઍચ. ટંડેલ તેમજ અન્ય ગ્રામ પંચાયતના સભ્ય માછી મહાજન પંચના ઉપપ્રમુખ પ્રવીણભાઈ ટંડેલ તેમજ અન્ય મેમ્બર્સ ભાઈઓ, મંદિર કમિટીના પ્રમુખ રામચંદ્રભાઇ ટંડેલ ઉપપ્રમુખ હિતેશભાઈ ટંડેલ તથા ગામના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા આમંત્રિત મહેમાનના વરદ હસ્તે રિબન કાપી રન ફોર યુનિટીની શરૂઆત કરાવી હતી. રનમાં તમામ વિજેતા ખેલાડીઓને મહેમાન ઓના વરદ હસ્તે મેડલ તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વલસાડ સાયબર ક્રાઈમ માંથી પધારેલ જીગ્નેશભાઈઍ સાયબર ફ્રોડ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં ઓનલાઇન ફ્રોડ કેવી રીતે થાય છે અને કઈ રીતે બચી શકાય ઍ ઉપરાંત બ્વ્ભ્ શ્રજ્ઞ્ઁત્ત્ અને ફેક કોલની સાવચેતી કેવી રીતે રાખવી તથા ડિજિટલ સુરક્ષા અંગે  સરળ ભાષામાં માહિતી માર્ગદર્શન આપી જાગૃત કર્યા હતાં ઍન્કરર તરીકે સંપૂર્ણ જવાબદારી જયેશભાઈ ઍન. ટંડેલે નિભાવી હતી આ કાર્યક્રમમાં ગ્રામજનો ગામની ઍકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ સાથે મજબુત યુવા શક્તિ મજબુત માછીવાડ ગામના દરેક વર્ગના લોકો દોડે અને ગામની ઍકતા બની રહે ઍવા આશય સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગામના સરપંચ  ખુશ્બુબેને આ સમગ્ર કાર્યક્રમમાં સાથ સહકાર આપનાર નો આભાર વ્યક્ત કરી રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતી કરી હતી.