પારડી પંથકમાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી
- byDamanganga Times
- 28 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૭ ઃ પારડી પંથકમાં ૭૭ માં પ્રજાસત્તાક દિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પારડીમાં આવેલ નગરપાલિકા કચેરીમાં પ્રમુખ ચેતનભાઇ નાયકા ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો ઍમની સાથે ચીફ ઓફિસર બીબી ભાવસાર ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ કારોબારી અધ્યક્ષ ચેતનભાઇ ભંડારી સહિત નગરપાલિકાના કોર્પોરેટરો નગરજનો શાળાના બાળકો કર્મચારીઓ ઉપસ્થિત રહ્ના હતા પારડી તાલુકા પંચાયતમાં પ્રમુખ દક્ષેશભાઈ પટેલે ધ્વજવંદન કર્યો હતો બીજી તરફ શ્રીરામ ચોક માં કિશોરભાઈ મોદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો ભંડારી સમાજના અગ્રણી જયંતીભાઈ ભંડારી કે પરેડ કરી ધ્વજ વંદન માટે આમંત્રણ આપ્યું હોય તો અને તેઓઍ ધ્વજવંદન કર્યું હતું ધર્મેશભાઈ માલી સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્ના હતા. ગૌરવ પથ ડોક્ટર ઍપીજે અબ્દુલ કલામ સર્કલ પાસે પારડીના અગ્રણી ડો. ઍમ ઍમ કુરેશીના હસ્તે પ્રથમ વખત ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ઍમના સાથે ઍમના પત્ની ડો. કુરેશી ઍમ કુરેશી સાથે મુસ્લિમ સમાજના અગ્રણીઓ હિંદુ સમાજના અગ્રણીઓ સ્થિત રહી ઍકતા પૂર્વક પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી મુસ્લિમ સમાજના આગેવાનો મજીદભાઈ ગૌરી અલી ભાઈ અન્સારી અખ્તર ગૌરી ફિરોજભાઈ વગેરે વિશાળ સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો બાળકો ભાઈ બહેનો ઉપસ્થિત રહ્ના હતા. પારડી ભારતીય જનતા પાર્ટી શહેર જન સંપર્ક કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટીના માજી મહામંત્રી વિજયભાઈ શાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અહીં ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ મહામંત્રી જૂબીન ભાઈ અશોકભાઈ શહીત નગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્ના હતા. આમ પારડી પંથકમાં આજનો ઠેર ઠેર પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને દેશભક્તિ વાતાવરણથી સમગ્ર પારડી પંથક મહેકી ઉઠ્યું હતું જ્યારે પારડી તાલુકાના બગવાડાગામમાં પારડી તાલુકા કક્ષાના ધ્વજવંદન સમારંભની ઉજવણી કરવામાં આવી હતી અને ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
