ચીખલીના અંબાચમાં યુવતીને લગન્ની લાલચે ભોગવનાર સામે પોલીસ ફરિયાદ
- byDamanganga Times
- 26 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૨૫ ઃ ચીખલી તાલુકાના પૂર્વ પટ્ટીના ઍક ગામમાં ઍક યુવાને સગીર વયની યુવતીને લગ્ન કરવાનું કહી તેની સાથે મિત્રતા કેળવી લલચાવી ફોસલાવી અલગ અલગ જગ્યાઍ અનેક વાર શારીરિક સંબંધ બાંધી તરછોડી દેતા યુવક સામે ચીખલી પોલીસ મથકે પોકસો ઍક્ટ મુજબ ગુનો નોંધાવા પામ્યો છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી તાલુકાના અંબાચ ગામના વચલું ફળિયું ખાતે રહેતો સંદીપ હસમુખ પટેલ જેણે બાજુના ગામમાં રહેતી ઍક સગીર વયની યુવતી સાથે મિત્રતા કેળવી તેની સાથે અવારનવાર મોબાઇલ ફોન ઉપર વાતચીત કરી તેની સાથે છેલ્લા આઠેક માસથી લગ્ન કરવાનું કહી લાલચ આપી તેણીને લલચાવી ફોસલાવી તેની સાથે અંબાચ નિશાળ ફળિયા ખાતે આવેલ નદી પાસે લઈ જઈ અવર નવર શારીરિક સંબંધ બાંધી તેમજ અલગ અલગ જગ્યાઍ લઈ જઈ સગીર વયની હોવાનું જાણવા છતાં પણ શારીરિક સંબંધ બાંધી તરછોડી દેતા બનાવ અંગે સગીર વયની યુવતીના પિતાઍ ચીખલી પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે સંદીપ પટેલ વિરુધ પોકસો ઍકટ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીઆઇ ડીઍસ કોરાટ કરી રહ્ના છે.
