Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ધરમપુરમાં લ્ત્ય્ ડ્રાફટ મતદારયાદીમાં શંકાસ્પદ નોંધણી અંગે કોંગ્રેસની રજૂઆત

ધરમપુરમાં લ્ત્ય્ ડ્રાફટ મતદારયાદીમાં શંકાસ્પદ નોંધણી અંગે કોંગ્રેસની રજૂઆત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૬ ઃ ધરમપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ૧૭૮ વિધાનસભા ધરમપુરના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ ઍસઆઈઆરની ડ્રાફટ મતદાર યાદીમાં શંકાસ્પદ મતદારો નોંધાયા હોવાની લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવ્યા મુજબ ધરમપુર વોર્ડ નં. ૨ના મોહનગઢ વિસ્તારમાં ભાગ નં. ૨૧૩માં કુલ ૪૩૬ મતદારો નોંધાયેલા છે, જેમાંથી ૪૩૨ મતદારો ઍક જ સરનામે રાજચંદ્ર આશ્રમના નામે નોંધાયેલા હોવાનું જણાઈ આવતા શંકા વ્યક્ત કરવામાં આવી છે.
તે જ રીતે ભાગ નં. ૨૧૧માં ૫૦૫ મતદારો દેવચંદ્ર નિવાસના સરનામે નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત બંને ભાગોની મતદાર યાદીમાં બંગાલી તેલુગુ કે આંધ્રા તેમજ હિન્દી જેવી વિવિધ ભાષાઓમાં નોંધાયેલા નામો પણ શંકાસ્પદ હોવાનું કોંગ્રેસ સમિતિઍ જણાવ્યું છે. સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી શંકાસ્પદ મતદારો પાસેથી પુરાવા મંગાવી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.