Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

આહવામાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો

આહવામાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
આહવા, તા. ૨૫ ઃ ભારતના ચૂંટણી પંચના ૬૧મા સ્થાપના દિવસે, ઍટલે કે તા.૨૫મી જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી આ દિવસને ઙ્કરાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે.  જે કાર્યક્રમ સદર્ભે આજરોજ સરકારી વિજ્ઞાન કોલેજ આહવા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી વ ડાંગ જિલ્લા કલેકટર શાલિની દુહાનના માર્ગદર્શન હેઠળ ‘માય ઇન્ડિયા, માય વોટ’ થીમ અને ઘ્જ્ઞ્દ્દજ્ઞ્દ્યફૂઁ ર્ીદ્દ દ્દત્ર્ફૂ ર્ણ્ફૂશ્વદ્દ ંશ્ ત્ઁફુર્જ્ઞ્ીઁ ઝ઼ફૂંણૂર્શ્વીણૂક્ક ની ટેગલાઈન સાથે જિલ્લા કક્ષાના ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસ- ૨૦૨૬(ફસ્ઝ઼-૨૦૨૬) ની ઉજવણી કરવામાં આવી હતી.(ર્ફીદ્દજ્ઞ્ંઁર્ીશ્ર સ્ંદ્દફૂશ્વસ્ન્ ર્ઝ઼ીક્ક) ઉજવણીનો સૌથી મોટો ઉદ્દેશ દેશના મતદારોને મતદાન અંગે જાગૃત કરવાનો છે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચનો (ચ્શ્રફૂણૂદ્દજ્ઞ્ંઁ ઘ્ૃંજ્ઞ્સ્ન્સ્ન્જ્ઞ્ંઁ ંશ્ ત્ઁફુર્જ્ઞ્ી) મુખ્ય ઉદ્દેશ્ય, દેશના તમામ મતદાન મથક વિસ્તારોમાં દર વર્ષે તા.૧લી જાન્યુઆરીઍ ૧૮ વર્ષની વયે પહોંચેલા તમામ પાત્ર મતદારોની ઓળખ કરવાનો, અને તેમનું નામ મતદાર યાદીમાં યોગ્ય રીતે નોંધાય તે સુનિશ્નિત કરવાનો છે, તેમ કાર્યક્રમના અધ્યક્ષ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી  મેહુલ ખાંટે જણાવ્યુ હતુ.  
લોકશાહીના જતન, સંવર્ધન માટે યુવા મતદારોને જાગૃત થવાની હાંકલ કરતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઍ ઍક પણ મતદાર મતદાન વિના ન રહે તે જોવાની હિમાયત કરી હતી.
ચૂંટણી પંચ દ્વારા સો ટકા મતદાન થાય તે માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ત્યારે વધુમા વધુ મતદાન થાય તે આવશ્યક છે તેમ તેમણે જણાવ્યુ હતુ. ચૂંટણી મતદાનની પ્રક્રીયામા દરેક નાગરીક પોતાના હક્કથી વંચિત ના રહી જાય, ચૂંટણીઓ દરમિયાન ડાંગ જિલ્લામા વધુમા વધુ મતદાન કરવા દરેક નાગરીકોને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઍ અપીલ કરી હતી.
આ દિવસની ઉજવણીના ભાગરૂપે પાત્રતા ધરાવતા નાગરિકોનું મતદાર યાદીમાં નામ નોંધાયેલ ન હોય તેવા તમામ નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવે તથા, તેને મળેલા મતદાનના બંધારણીય હક્કનો અવશ્ય ઉપયોગ કરી, આવનાર સમયમાં યોજાનાર ચૂંટણીઓમાં અવશ્ય મતદાન કરી વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશની, પવિત્ર અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયાનું ઍક અભિન્ન અંગ બને તે સુનિડ્ઢિત કરવાં મેહુલ ખાંટે આ પ્રસંગે જણાવ્યુ હતુ. સાથે જ ડાંગ જિલ્લામાં ચાલી રહેલ લ્ત્ય્ કામગીરી સદર્ભે સંકળાયેલા તમામ કર્મીઓના કામગીરીની સરાહના કરી હતી.