Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

૯૫ હજારથી વધુ ફૂલોથી ‘નવસારી’ શબ્દની આકૃતિ ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’માં

૯૫ હજારથી વધુ ફૂલોથી ‘નવસારી’ શબ્દની આકૃતિ ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’માં


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નવસારી, તા. ૨૫ ઃ શહેરી વિકાસ પર્વ ૨૦૨૫-૨૬ સુશાસન પર્વની થીમ હેઠળ નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારી શહેરમાં પ્રથમ વખત આયોજિત ભવ્ય ફલાવર શોનું ઉદ્ઘાટન  લુન્સીકુઇ મેદાન ખાતે  કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટિલના વરદ હસ્તે  કરવામાં આવ્યું . આ પ્રસંગે આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ વિશેષ  ઉપસ્થિત રહ્ના હતા.
 જળ શક્તિ મંત્રી સી.આર. પાટિલે આ પ્રસંગે જણાવ્યું કે, આ ફલાવર  શો સરકારની વિકાસલક્ષી અને નાગરિક કેન્દ્રિત વિચારધારાનો ઉત્તમ ઉદાહરણ છે.
 નવસારી ફલાવર શોમાં ૯૫,૦૦૦થી વધુ ફૂલોનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલ નવસારી શબ્દની વિશાળ ફૂલ આકૃતિને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રા થયો છે. આ ઐતિહાસિક સિદ્ધિ નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે નોંધાઈ છે, શહેરના નાગરિકોમાં ફૂલછોડ અને વૃક્ષારોપણ પ્રત્યે રસ વધે તે હેતુથી આ ફલાવર શો  સુશાસન પર્વની ભાવનાને વધુ સશક્ત બનાવે છે. આ ફલાવર શોમાં  મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને પર્યટકો ફલાવર શોની મુલાકાત લઈ રહ્ના છે.
આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ , જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ , નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા , વાંસદા પ્રયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય તથા અધિકારી હાજર રહ્ના હતાં.