Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

નવનિર્મિત ચીખલી બસ સ્ટેશનનું લોકાર્પણ

નવનિર્મિત ચીખલી બસ સ્ટેશનનું લોકાર્પણ


ચીખલી, તા. ૨૫ ઃ  નવસારી જિલ્લાના ચીખલી મુકામે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ તથા રાજ્યના આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિ.ના નવ્ય પ્રકલ્પરૂપે નવનિર્મિત ચીખલી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂ. ૩ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ બસ ડેપો ચીખલી શહેર તથા આસપાસના વિસ્તારના નાગરિકો માટે મુસાફરીની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરનાર સાબિત થશે.
આ અવસરે આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ચીખલી તાલુકામાં તૈયાર થયેલ આ અત્યાધુનિક બસ ડેપો દ્વારા મુસાફરોને વધુ સુગમ, સુરક્ષિત અને સુવિધાજનક સેવાઓ પ્રા થશે. આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ઍસ.ટી. બસ ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર તથા કંડકટરોની નિષ્ઠાપૂર્વકની ફરજભાવના અને અવિરત સેવાભાવને હૃદયપૂર્વક વંદન કરી તેમનો આત્મીય આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કઠિન પરિસ્થિતિઓમાં પણ મુસાફરોની સુરક્ષા, સુવિધા અને સમયસર સેવાને પ્રાથમિકતા આપીને તેઓ રાજ્યની જનસેવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્ના છે.
સાથે જ મંત્રી નરેશભાઈ પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય જનતાને અત્યંત ઓછી ભાડા દરે સલામત, સુલભ અને વિશ્વસનીય પરિવહન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે તેનો ઉલ્લેખ કરીને, આ સેવાઓને સાચા અર્થમાં સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે નિગમની જનહિતકારી કામગીરીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ઍસ.ટી. સેવા રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોને જોડતી જીવનરેખા સમાન બની છે.
મંત્રીશ્રી નરેશભાઈ  પટેલે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસના મૂળમંત્રને અનુસરીને રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ‘નાગરિક સુવિધાઓ પ્રથમ’ના સંકલ્પને સફળતાપૂર્વક સાકાર કરવામાં આવી રહ્ના છે. નવનિર્મિત ચીખલી બસ ડેપો ખાસ કરીને નવસારી જિલ્લાના આદિજાતિ વિસ્તારોના લોકો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે અને મુસાફરીમાં સરળતા તેમજ સુવિધાનો વ્યાપ વધારશે.
આ લોકાર્પણ સમારોહમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઇ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ , તાલુકા પંચાયત પ્રમુખ રાકેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા,ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વલસાડ વિભાગના અધિકારી માર્તુઝા તથા ઍસ.ટી. ડેપોના ડ્રાઈવર કંડકટર તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્ના હતાં.