Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સેલવાસમાં નવનિર્મિત શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ વિદ્યા સંકુલ ખુલ્લુ મુકાયું

સેલવાસમાં નવનિર્મિત શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ વિદ્યા સંકુલ ખુલ્લુ મુકાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૫ ઃ વસંત પંચમીના રોજ, લાયન્સ ક્લબ ઓફ સેલવાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ ઍન્ડ સાયન્સ અને હવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ સ્ટડીઝ ઍન્ડ રિસર્ચના નવનિર્મિત ભવ્ય કેમ્પસ, શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ વિદ્યા સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે ટ્રસ્ટના અધ્યક્ષ, ઉપપ્રમુખ  ફતેહસિંહ ચૌહાણ, સચિવ અનંતરાવ ડી. નિકમ, ખજાનચી કુલદીપસિંહ મુન્દ્રા, સંયુક્ત સચિવ વિશ્વેશ દવે, જયેન્દ્રસિંહ રાઠોડ, કારોબારી સભ્યો, છત્રસિંહ ચૌહાણ, અભિષેકસિંહ ચૌહાણ, સેલવાસ મ્યુનિસિપલ કાઉન્સિલના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. અનુકુલ નિકમ, સેલવાસ મ્યુનિસિપલ કાઉન્સિલના વર્તમાન કાઉન્સિલર રાકેશસિંહ ચૌહાણ, કોલેજના આચાર્ય શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ ડૉ. સીમા પિલ્લઈ, હવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ સ્ટડીઝ ઍન્ડ રિસર્ચના આચાર્ય ડૉ. જાહ્નવી આરેકર, ડૉ. શિલ્પા તિવારી સહિત શહેરના ઘણા પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહ્ના હતા. મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ દેવી મા શિવાંગી નંદગિરિ મહારાજ અને   ભરતભાઈ વ્યાસ મહારાજ (ધરમપુર)ની દિવ્ય ઉપસ્થિતિઍ સમારોહને ઍક વિશેષ આધ્યાત્મિક ઉર્જા આપી હતીં.
ઉલ્લેખનીય છે કે આ નવનિર્મિત વિદ્યા સંકુલ શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ ઍન્ડ સાયન્સ અને હવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ સ્ટડીઝ ઍન્ડ રિસર્ચ જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ રાખશે, જે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં ગુણવત્તા, શિસ્ત અને નવીનતાના નવા ધોરણો સ્થાપિત કરશે.