Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ધરમપુરમાં સગીરાના અપહરણ પ્રકરણમાં ઝડપી કાર્યવાહી માટે માંગ

ધરમપુરમાં સગીરાના અપહરણ પ્રકરણમાં ઝડપી કાર્યવાહી માટે માંગ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૫ ઃ ધરમપુર તાલુકામાં ઍક વિધર્મી યુવક દ્વારા આદિવાસી સમાજની સગીર વયની યુવતીને ભગાડી જવાની ઘટના ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા સાંસદ ધવલભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ, જિલ્લા પ્રમુખ હેમંતભાઈ અને અન્ય સામાજિક આગેવાનોઍ તાત્કાલિક ઍક્શનમાં આવી આ ઘટનાને લવ જેહાદ ગણાવી વખોડીને યુવતીને વહેલી તકે શોધી કાઢવા અને ગુનેગાર સામે કડક પગલાં લેવા રજૂઆત કરી હતી. સાંસદ  ધવલભાઈ પટેલે અન્ય પક્ષો અને આદિવાસી હિત રક્ષક હોવાનો દાવો કરતા નેતાઓ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે પ્રશ્ન ઠાવ્યો હતો કે જ્યારે આદિવાસી દીકરી સાથે આવો અન્યાય થાય છે અથવા નવસારીના દાભેલ જેવી હત્યાની ઘટનાઓ બને છે, ત્યારે આ ઁમસીહાઁ બનીને ફરતા નેતાઓ કેમ મૌન સેવે છે.