Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

રોહિણામાં દિપડો પાંજરે પુરાયો

રોહિણામાં દિપડો પાંજરે પુરાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૫ ઃ પારડી તાલુકાના રોહિણા ગામે દિપમાળ ફળીયા ખાતે જીગ્નેશ સુભાષભાઈ પટેલના ઘરે દિપડાઍ મરઘાનો શિકાર કર્યો હતો. જેની જાણ સરપંચ રવિન્દ્ર પટેલને કરતા પારડી વન વિભાગની ટીમને જાણ કરી હતી. તેઓ તાત્કાલિક સ્થળ પર આવી દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું હતું. શિકારની શોધમાં આવેલ દીપડો પાંજરે પુરાયો હતો. પારડી વન વિભાગ ટીમ સ્થળ પર પહોંચી દીપડાની આશરે ઉમર ઍકથી દોઢ વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું. દીપડાનો કબ્જો મેળવી ખડકી ગામમાં આવેલ નર્સરી ખાતે લાવવામા  આવ્યો હતો. જેનુ પશુચિકિત્સક ધ્વારા મેડીકલ ચેકઅપ કરી, નાયબ વન સંરક્ષક વલસાડના માર્ગદર્શન હેઠળ વન્ય-ાણીને જંગલ વિસ્તારમા મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી માદા દીપડો પાંજરે પુરાતા લોકોઍ રાહતનો શ્વાસ લીધો હતો.