પાલીકરંબેલીની આઇ.પી. અોઝા હાઈ.ની વલસાડ જિલ્લામાં શ્રેષ્ઠ શાળાઓમાં પસંદગી
- byDamanganga Times
- 26 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૫ ઃ પાલીકરંબેલીની શ્રીમતી આઈ. પી. ઓઝા હાઇસ્કૂલ, પાલીકરંબેલીને વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની વિશેષ ટીમ દ્વારા કરવામાં આવેલા વ્યાપક અને સુચિત મૂલ્યાંકન બાદ શાળાને જિલ્લા સ્તરે શ્રેષ્ઠ શાળાઓમાં દ્વિતીય ક્રમાંક આપવામાં આવ્યો છે. આ સિદ્ધિથી સમગ્ર પાલીકરંબેલી તેમજ આસપાસના વિસ્તારોમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે.
આ સિદ્ધિ પાછળ શાળાના આચાર્ય તૃષારસિંહ પરમારનું પ્રેરણાદાયી નેતૃત્વ અને શિક્ષકો દ્વારા નિષ્ઠાપૂર્વક શૈક્ષણિક કાર્યની ભૂમિકા રહી છે. આ સિદ્ધિ પ્રસંગે આચાર્ય તૃષારસિંહ પરમારે જણાવ્યું હતું કે, આ સન્માન સમગ્ર શાળા પરિવાર—શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને ટ્રસ્ટી મંડળની સંયુક્ત મહેનતનું પરિણામ છે. ટ્રસ્ટી મંડળ દ્વારા પણ આ સિદ્ધિ બદલ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.
