સુખાલામાં પૂ. શરદભાઈ વ્યાસની પ્રેરણાથી ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો
- byDamanganga Times
- 26 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૫ ઃ વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના સુખાલા ખાતે આવેલ સાંઈ ધામ ગાર્ડનમાં શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય અને ભાવસભર રીતે યોજાયો હતો.
આ પ્રસંગે શરદભાઈ વ્યાસ (દાદા)ઍ જણાવ્યું હતું કે અત્યાર સુધી ૫૭૭ દીકરીઓ આ સમૂહ લગ્ન વ્યવસ્થાથી જોડાઈ ચૂકી છે અને તેમના પરિવારો સુખી જીવન જીવી રહ્ના છે. જયારે આ પ્રસંગે ઉપસ્થિત નાણા, ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી કનુભાઈ દેસાઈઍ કન્યાદાનને વિશ્વનું સૌથી મોટું દાન ગણાવ્યું હતું અને આ સેવાકાર્યને બિરદાવ્યું હતું. કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી તથા ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે નવ દંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ઍપીઍમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, હરીશભાઈ પટેલ સહિત અન્ય આગેવાનો અને દાતાઓઍ પણ આ સત્કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે આ સમૂહ લગ્નમાં વર-કન્યા પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવી ન હતી. આ કાર્યક્રમનું આયોજન આશિષભાઈ વ્યાસ અને પ્રકાશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વિદેશથી આવેલા મહેમાનો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્ના હતાં.
