Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપી ઍસ.ટી. ડેપોનું ગૌરવ

વાપી ઍસ.ટી. ડેપોનું ગૌરવ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃ વડોદરા ઍમ.ઍસ. યુનિવર્સિટીમાં તા.૮- ૧-૨૦૨૬ના રોજ આઠમી ગુજરાત રાજ્ય માસ્ટર ગેમ્સ - ૨૦૨૬ યોજાઈ હતી. જેમાં વાપી ઍસ.ટી. ડેપોમાં નોકરી કરતાં માલવણ ગામનાં વતની ભાવેશભાઈ પટેલે  ૪૦ ષ્ટશ્ર્યસ્ન્ ગ્રુપમાં, ૮૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ, ૪૦૦ મીટર દોડમાં અને ૨૦૦ મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ, આમ ઍકી સાથે ત્રણ મેડલો મેળવીને ભાવેશભાઈઍ વાપી ઍસ.ટી.  ડેપોનું ગૌરવ વધારતાં સમગ્ર વલસાડ જિલ્લા ઍસ.ટી. વિભાગનાં કર્મચારીઓમાં આનંદ અને ખુશીની લહેર  વ્યાપી ગઈ હતી. તેમની આ સિદ્ધિ બદલ વાપી ડેપોના  ધનસુખભાઈ પટેલ અને  કે.સી. પટેલ તેમજ ડ્રાઇવરો, કંડક્ટરો, કર્મચારીગણ સૌ કોઈઍ ભાવેશભાઈ પટેલની આ સિદ્ધિને બિરદાવી હતી. અને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ધનસુખભાઈપટેલ વાપી ઍસ.ટી. ડેપોને ગૌરવ અપાવવા બદલ   સૌનાં વતી ભાવેશભાઈને અભિનંદનસહ અનેકો શુભકામનાઓ પાઠવી હતી. અને વાપી ઍસ.ટી. ડેપોનું નામ રોશન કરતા રહે ઍવી આશા વ્યક્ત કરી હતી.