વાપીની ઉપાસના સ્કૂલમાં વસંતપંચમી ઉજવાઈ
- byDamanganga Times
- 26 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃ વાપીની ઉપાસના લાયન્સ ઈંગલીશ મીડીયમ સ્કૂલમાં વસંતપંચમીની શાનદાર ઉજવણી કરવામાં આવી. પંડિત દ્વારા મા સરસ્વતીની પૂજા અર્ચના કરાવવામાં આવી હતી. સરસ્વતી માતાની પૂજામાં શાળાના ધો.૧૦ અને ધો. ૧૨ ના પસંદગી થયેલ વિદ્યાર્થીઓઍ ભાગ લીધો હતો. શાળાના આચાર્ય હરિકેશ શર્માઍ પૂજા અર્ચનામાં હર્ષોલ્લાસથી ભાગ લીધો હતો.
પંડિત (મહારાજે) વિદ્યાર્થીઓને વસંતપંચમીનુ મહત્વ સમજાવ્યુ અને પરીક્ષામા સારા પરિણામ લાવવા માટે આર્શીવાદ આપ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ઍડમીન સ્ટાફ, ઉપાચાર્ય ડૉ.જુમના મૈતી. કો. ઓર્ડિનેટર મયૂરી શાહ, બનિતા મહેતા અને શાળાના શિક્ષિકા શાલિની પંડિયા અને સુનિતા સોપોલીગાઍ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ઉપાસના પરિવારમાં ભક્તિમય વાતાવરણનું નિર્માણ થયું હતું.
