Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ડુંગરાને બુલેટ ટ્રેનના સ્ટોપેજથી ઍનો જુદા ટાઉન તરીકે વિકાસ થશે : મંત્રી કનુભાઇ દેસાઇ

ડુંગરાને બુલેટ ટ્રેનના સ્ટોપેજથી ઍનો જુદા ટાઉન તરીકે વિકાસ થશે : મંત્રી કનુભાઇ દેસાઇ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃ  રાજયના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઇ દેસાઇઍ ડુંગરા ઇન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટના રૂ. ૨૫ કરોડના ખર્ચે હાથ ધરાનારા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરી કામોનો શુભારંભ કરાવ્યો હતો.
 આ પ્રસંગે મંત્રી કનુભાઇ દેસાઇઍ જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના વિકાસ માટે અને રોજગારી માટે અનેક પ્રયાસો કર્યા હતા. દેશ - વિદેશ અને ગુજરાતના ઉદ્યોગકારો ગુજરાતમાં રોકાણ કરવા પ્રેરિત થાય ઍ માટે રાજયમાં વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. આ વાયબ્રન્ટ સમિટથી ગુજરાતમાં ઍક ઔદ્યોગિક વિકાસની હારમાળા સર્જીઇ અને ગુજરાત આખા દેશનું ગ્રાથ ઍન્જીન બન્યુ. વાપીની સાથે જોડાયેલી ડુંગરા ઍસ્ટેટ આજે વિકાસના રૂ.૨૫ કરોડના વિકાસના અનેક કામોની શરૂઆત કરવા જઇ રહી છે ઍ આવતા પચ્ચીસ વર્ષ સુધી આ ઍસ્ટેટને ધમધમતી રાખશે ઍવી મને ચોક્કસ ખાતરી છે. ઍમ મંત્રીશ્રીઍ આ તબક્કે જણાવી આ ઍસ્ટેટના પ્રમુખ આર. ડી. મોર્યા, વાપી નોટીફાઇડના ભૂતપૂર્વ ચેરમેન હેંમતભાઇ પટેલ અને જીઆઇડીસીના કાર્યપાલક ઇજનેર દેવેન્દ્ર સગરને અભિનંદન આપ્યા હતા. મંત્રીઍ આ જીઆઇડીસીમાં પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ વગેરે શરૂ થનારા માળખાગત વિકાસ કામોની માહિતી આપી હતી.
   વિશ્વ સાથે જયારે આપણે કોમ્પીટીશન કરીઍ છીઍ ત્યારે નિયમોનું પાલન કરી આપણી પ્રોડકટને સારી ગુણવતાવાળી બનાવવી પડશે તો જ વેચાણ માટે લાયક બનશે  ઍમ મંત્રીઍ જણાવી ડુંગરા ઇન્ડ્રસ્ટ્રીયલ ઍસ્ટેટમાં વેસ્ટ મેનેજમેન્ટ, પાણીનું મેનેજમેન્ટ વગેરે મેનેજમેન્ટ આપણે સરખી રીતે કરીશુ તો ડુંગરા ગુજરાતના નહિં પણ ભારતના નકશામાં પણ આગળ આવશે ઍની મને ચોક્કસ ખાતરી છે ઍમ જણાવી ડુંગરા જીઆઇડીસીના ઉદ્યોગકારોને શુભેચ્છા આપી હતી.
 ડુંગરા જીઆઇડીસીને બુલેટ ટ્રેનનું સ્ટોપેજ મળવાથી આ વિસ્તારનો જુદા જ ટાઉન તરીકે વિકાસ થવા જઇ રહ્ના છે ઍમ મંત્રીઍ જણાવ્યું હતું. મંત્રીઍ ઔદ્યોગિક વિકાસ સુનિયોજીત રીતે જ થવો જોઇઍ, જણાવી નિયમોનું પાલન કરવા માટે ડુંગરા જીઆઇડીસીના ઉદ્યોગકારોને જણાવ્યું હતું.
 આ કાર્યક્રમમાં વાપી વી. આઇ. ઍ. ના ચેરમેન સતીષભાઇ પટેલ, વાપી નોટીફાઇડના ચેરમેન યોગેશભાઇ કાબરીયા, ડુંગરા જીઆઇડીસીના ઉપપ્રમુખ અનિલ ગુા, સેક્રેટરી અને ગુંદલાવ ઍકમ અને લઘુઉદ્યોગભારતીના પ્રમુખ કિરીટભાઇ મધાની, વલસાડ જિલ્લા લઘુઉદ્યોગભારતીના પ્રમુખ મેહુલ પટેલ તેમજ વાપી શહેર સંગઠનના પ્રમુખ મનીષ દેસાઇ તથા ડુંગરા જીઆઇડીસીના ઉદ્યોગકારો હાજર રહ્ના હતા.