ખેરગામના શિક્ષક કાંતિ ભરુચાનું જૈફ વયે નિધન
- byDamanganga Times
- 24 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા. ૨૩ ઃ ખેરગામની પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા જનતા માધ્યમિક શાળાના આરંભકાળથી શિક્ષક તરીકે જોડાયેલા કાંતિલાલ પરભુભાઈ ભરૂચા (૮૮)નું જૈફવયે વસંત પંચમીની વહેલી સવારે પરધામગમન થયું છે. સદગત કાંતિભાઈ તથા તેમના ધર્મપત્ની સ્વ. વીણાબેન- બંને જ.મા. શાળામાં સારી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા હતા. વીણાબેન ૨૦૦૨માં સ્વર્ગસ્થ થયા બાદ કાંતિભાઈઍ ૨૪ વર્ષ દીકરા હેમાંગ, પૌત્રો સ્મિત અને શુભ સાથે તંદુરસ્તપૂર્ણ વિતાવ્યા હતા. મીતભાષી, મળતાવડા કાંતિભાઈઍ જકે મંડળની જવાબદારી, ભવાની મંદિરના કારભાર પ્રમાણિકપણે નિભાવ્યો હતો. ટ્યુશનનો જમાનો ન હતો છતાં પણ નિઃસ્વાર્થ ભાવે ગરીબ વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન શિક્ષણ આપતા હતા. ભરૂચાસરને અંતિમ વિદાય આપવા માટે શિક્ષણ સંસ્થાના અનેક આગેવાનો જ્ઞાતિજનો, ગ્રામજનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા, શાંતિ પ્રાર્થના ગાઈને ભાવભીની વિદાય અપાઈ હતી, દીકરી અમિષાનું આક્રંદ સૌની આંખો ભીની કરી ગયું હતું.
