Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વસંત પંચમીઍ ગોરવાડાની ખંડેર બની ગયેલી માધ્યમિક શાળાના સ્થાને અંગ્રેજી માધ્યમની શાળાનું ઉદ્દઘાટન

વસંત પંચમીઍ ગોરવાડાની ખંડેર બની ગયેલી માધ્યમિક શાળાના સ્થાને અંગ્રેજી માધ્યમની શાળાનું ઉદ્દઘાટન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૩ ઃ  વલસાડના  ગોરવાડા ગામે આવેલી ઝીણાભાઈ ઍન. પાલનવાળા માધ્યમિક શાળા છેલ્લા ત્રણ વર્ષથી બંધ પડેલી ખંડેર હાલતમાં હતી ત્યાં કે કે ગાંધી અંગ્રેજી માધ્યમ શાળાનું ઉદ્ઘાટન આજરોજ થયું.
મૂળ ઉદવાડાગામમાં રહેતા કિશોરભાઈનું ભણતર ગુજરાતી માધ્યમમાં થયુ હતું પણ જ્યારે તેઓ વિદેશ પ્રવાસે ગયા અમેરિકા કેનેડા તેમજ બ્રાઝિલ ત્યારે તેઓને અંગ્રેજીમાં વાર્તાલાપ ન કરાતા તેઓઍ સંકલ્પ કર્યો કે મારા વતન વલસાડમાં પાંચ શાળાઓ અંગ્રેજી માધ્યમમાં ખોલવી અને ઍ આજરોજ પુણ્ય થયો વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારા જમાનામાં અમારે જો અંગ્રેજી માધ્યમમાં ભણવું હોય તો શહેરમાં ભણવા જવું પડતું અને ઍડમિશન મળવામાં તકલીફ થતી ગામડામા તો ગુજરાતી માધ્યમ શાળા જ હોય છે. અંગ્રેજી ઇન્ટરનેશનલ લેંગ્વેજ હોવાના કારણે કોઈ પણ સ્ટીમમાં અભ્યાસ અંગે જાણકારી જોઈતી હોય તો અંગ્રેજી આવડવું ફરજિયાત છે. આકાંક્ષા ગાંધી જેવો ગાંધી પરિવારના છે તેમણે જાણ્યું હતું કે તેઓઍ ઉદવાડા શાંતાભાઇ ઇંગ્લીશ મીડીયમનું સંચાલન કરતા આવ્યા છે અને આજરોજ ગોરવાડામાં કે. કે. ગાંધી વિદ્યાલય વસંત પંચમીના દિવસે ઉદ્ઘાટન કર્યું. આ નિશાળ કે સ્કૂલ નથી જ્ઞાનમંદિર છે. ઝીણાભાઈ ઍન. પાલનવાળા માધ્યમિક શાળા છેલ્લા ત્રણ વર્ષથી ખંડેર હાલતમાં બંધ પડી હતી તેને રંગોરોગામ કરી છેવાડેના ગરીબ વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી માધ્યમની નિશાળ ચાલુ આજરોજ કરી જીતેન્દ્રભાઈ મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે આ નિશાળમાં નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ મુજબ અભ્યાસ ક્રમ ટ્રેન સ્ટાફ અભ્યાસ સાથે રમતગમત માટે મેદાને વન ઇવન આધારિત શિક્ષણ યોગ સંગીત સંસ્કૃત પી ટી શરીર મન અને આત્માનો સંતુલ્ય વિકાસ કરતું શિક્ષણ વગેરે કાર્યક્રમમાં ટ્રસ્ટી ગાંધી ઇશ્વરભાઇ કાંતિલાલ ગાંધી સતિષભાઈ પટેલ ભરતભાઈ આહીર મનોજભાઈ પટેલ તથા કિશોરભાઈ ટેલર હાજર રહ્ના હતાં. આભારવિધિ આકાંક્ષા ગાંધી દ્વારા કરવામાં આવી હતી અંતમાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.