વાપી શાકભાજી માર્કેટનો રસ્તો ખુલ્લો કરતાં સ્થાનિકોને રાહત
- byDamanganga Times
- 24 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૩ ઃ વાપી ટાઉનનુ શાકભાજી માર્કેટમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવી રસ્તો ખુલ્લો કરાતા હવે આ માર્ગ નાઝાબાઈ રોડથી ફીસ માર્કેટ કચીગામ રોડ સુધીનો ખુલ્લો થતાં વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોઍ રાહતનો દમ લીધો છે સાથે આજે સતત ચોથા દિવસે પણ અહીં શાકભાજીનું વેચાણ લારી તેમજ પાથણાવાળા દ્વારા નહીં કરાતા ગ્રાહકોને મુશ્કેલી ઉભી થવાની શક્યતા હતી તે નહિવત જોવા મળી હતી અને શાકભાજી ખરીદવા માટે મોટાભાગના લોકો આ રસ્તાની આજુબાજુમાં આવેલ પાકી દુકાનમાં તેમજ હંગામી ધોરણે ખાનગી જમીનમાં ઊભી કરાયેલી શાકભાજી માર્કેટમાં ખરીદી કરતા જોવા મળી હતી. જોકે આ અંગે કેટલાક સ્થાનિક વેપારીઓને ગામડેથી દેશી શાકભાજી વેચાણ કરવા માટે આવતી મહિલાઓ મહાનગરપાલિકાની કબ્રસ્તાન રોડ ઉપર આવેલ શાકભાજી માર્કેટમાં શાકભાજીનું વેચાણ કરવા જવા તૈયાર ન હોવાનું પણ જાણવા મળી રહ્નાં છે.
આ અંગે ટૂંક સમયમાં જ શાકભાજી વેપારી ઍસોસિઍશન દ્વારા વહીવટી તંત્ર અને રાજકીય આગેવાનને રજૂઆત કરી થોડી રાહત આપે તે અંગે ચર્ચા વિચારણા અંગે બેઠક પણ કરી રહી છે.
