Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

નવસારી જિલ્લામાં વિવિધ માર્ગોની સમારકામની કામગીરી વેગમાં

નવસારી જિલ્લામાં વિવિધ માર્ગોની સમારકામની કામગીરી વેગમાં


(દમણગંગા ટાઈમ્સ)

નવસારી, તા. ૨૩ ઃ  નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ, પેટા વિભાગ ચીખલી હસ્તક વિવિધ માર્ગોના વિકાસ માટેની કામગીરી સતત પ્રગતિ પર છે. ચીખલી તાલુકામાં માર્ગ સુવિધાઓને વધુ મજબૂત અને સલામત બનાવવા માટે વિવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત  નવસારી જિલ્લાના ખેરગામ–બહેજ–વડપાડા પાર્ટી રોડ પર ચેઈનેજ ૧૦/૦ થી ૧૦/૨ દરમિયાન સીસી રોડની કામગીરી તથા સણવલ્લા ટાંકલ–રાનકુવા–રૂમાલ–કરંજવેરી રોડ પર ડામર વર્કની કામગીરી પ્રગતિ હેઠળ છે. ઉપરાંત બામણવેલ–હરણગામ–દોણજા રોડ પર ચેઈનેજ કિમી ૯/૨ થી ૯/૪ દરમિયાન કોંક્રિટ વર્કનું કામ ચાલી રહ્નાં છે. માનકુનિયા–અંકલાછ રોડ પર ચેઈનેજ ૪/૨ થી ૪/૪ દરમિયાન બોક્સ કલ્વર્ટના કોંક્રિટ નિર્માણની અને કણભઇ કોઝવે થી ગોડથલ–કાકડવેલ–સુખાબારી રોડ પર ચેઈનેજ ૩/૮ થી ૪/૦ દરમિયાન બોક્સ કલ્વર્ટના કોંક્રિટનું કામ પ્રગતિમાં છે.

આ તમામ માર્ગ વિકાસ કામગીરી પૂર્ણ થવાથી વિસ્તારના નાગરિકોને સુવ્યવસ્થિત, સુરક્ષિત અને સુગમ માર્ગ સુવિધા પ્રા થશે, જેનાથી પરિવહન વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે.