Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

નવસારી જીલ્લામાં દિવ્યાંગ કલ્યાણ પારિતોષિક માટે અરજી કરવી છે ?

નવસારી જીલ્લામાં દિવ્યાંગ કલ્યાણ પારિતોષિક માટે અરજી કરવી છે ?


નવસારી, તા. ૨૩ ઃ  વર્ષ ૨૦૨૫ ના વર્ષમાં (૧) શ્રેષ્ઠ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ, (૨) દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા (૩) દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર્સ ની કેટેગરીમાં રાજ્ય કક્ષાના દિવ્યાંગ પરિતોષિકો મેળવવા માટે નવસારી જિલ્લાના દિવ્યાંગ ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં સાધનિક કાગળો સાથે અરજીઓ મંગાવવામાં આવેલ છે.
દિવ્યાંગ પરિતોષિક માટેની અરજીઓનો નમૂનો અત્રેના ખાતાની વેબસાઇટ ત્ર્દ્દદ્દષ્ટસ્ન્ૅં//ર્ીઁ્યર્ણુઁફુર્ત્ર્ી.્યિંસ્ર્ત્ર્ીર્શ્વીદ્દ.િંંરુ.જ્ઞ્ઁ/ઁંદ્દજ્ઞ્ણૂફૂ-ર્ણુંશ્વફુ  ઉપરથી તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, નવસારી સેન્ટ્રલ આર્કેડ રામજી મંદિર સામે દુધિયા તળાવ  ખાતેથી વિના મૂલ્યે મેળવી શકશે. અરજી સાથે ઉમેદવારોઍ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, દિવ્યાંગતા અંગેનું દાક્તરી પ્રમાણપત્ર અને અન્ય સંબધિત તમામ પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઇઝના ફોટા સહિત બિડાણ સામેલ રાખવા. નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફીસરે પણ ફોર્મમાં દર્શાવેલ કૉલમ મુજબની પુરેપૂરી વિગતો જણાવવી તેમજ તેને સંબધિત જરૂરી બિડાણો સામેલ કરવા.     ભરેલા અરજી પત્રકો સાધનિક દસ્તાવેજો સહિત બે નકલમાં રોજગાર વિનિમય કચેરી, નવસારીને ને મોડામાં મોડા તા.૨૭/૦૨/૨૦૨૬ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા જરૂરી બિડાણો સહિત મળી જાય તે રીતે મોકલી આપવી સાથે જ અધુરી વિગત વાળી/નિયત સમય મર્યાદા બાદની આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તેમજ વધુ માહિતી માટે જરૂર જણાય તો જિલ્લા રોજગાર વિનિમય કચેરી, નવસારીનો સંપર્ક કરવા માટે જિલ્લા રોજગાર કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.