Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ખેરગામ કોલેજમાં જ્ઞાનપંચમી સંસ્કૃતિ ઉત્સવની ઉજવણી કરાઈ

ખેરગામ કોલેજમાં જ્ઞાનપંચમી સંસ્કૃતિ ઉત્સવની ઉજવણી કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ખેરગામ, તા.૨૩ ઃ સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખેરગામ ખાતે જ્ઞાન અને સંસ્કૃતિના પાવન તહેવાર વસંત પંચમીની ઉજવણી ઉત્સાહપૂર્ણ અને શૈક્ષણિક માહોલમાં કરવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને વસંત પંચમીના ધાર્મિક તથા શૈક્ષણિક મહત્ત્વ અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમા માતા સરસ્વતી સમક્ષ દીપ-જ્વલન અને પુષ્પાર્ચન બાદ સરસ્વતી વંદનાથી સમગ્ર વાતાવરણ ભક્તિ અને સંસ્કારોથી પરિપૂર્ણ બન્યું.

આ પ્રસંગે મુખ્ય વકતા તરીકે ડો. રાકેશ  ગાંવિત ડો.મીનાક્ષીબેન  પટેલ- વકતાઓઍ વસંત પંચમીના મહત્વ પર માર્ગદર્શક અને વિચારપ્રેરક વ્યાખ્યાન આપ્યાં. ડો. રાકેશ  ગાંવિત  ઍ મા સરસ્વતીના પ્રતીકાત્મક અર્થ પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે જ્ઞાન, બુદ્ધિ અને સંસ્કાર વિદ્યાર્થીઓના જીવનનો આધારસ્તંભ હોય તેમણે શિસ્તબદ્ધ અભ્યાસ અને સકારાત્મક વિચારસરણી અપનાવવાની અપીલ કરી. વસંત પંચમીની આ ઉજવણીઍ વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને સંસ્કૃતિ પ્રત્યે સમર્પણની ભાવના મજબૂત કરી. અંતમાં પ્રા. રક્ષાબેન પટેલે આભારવિધિ કરી હતી.