સુરતથી પ્રારંભ થયેલ સાનેનાથ પાલખી યાત્રાનું બીલીમોરા નવનાથ ધામમાં આગમન
- byDamanganga Times
- 24 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૨૩ ઃ અનસૂયા ભગિની સત્સંગ મંડળ, ઉધના દ્વારા આયોજિત બ્રહ્મલીન પ.પૂ. શ્રી સાનેદાદાની ૧૫મી પાલખી યાત્રા શ્રદ્ધા અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં સુરતના ઉધનાથી પ્રસ્થાન થઈ ગુરુવારે સાંજે બીલીમોરાના દેવસર સ્થિત નવનાથ ધામમાં આવી પહોંચી હતી. જય જય મત્સ્યેન્દ્ર સમર્થ અને સાનેનાથ કી જયઁના નાદ સાથે સમગ્ર માર્ગ ભક્તિમય બની ગયો હતો.
સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર ડૉ. નરેન્દ્ર પાટીલ, માજી કોર્પોરેટર વિક્રમભાઈ પાટીલ, સમાજ અગ્રણી પરમેશ્વર રાજપૂત સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાલખી યાત્રાનો કરવામાં આવ્યો હતો.યાત્રા ઉધના, લિંબાયત, ડિંડોલી, સચિન અને નવસારી થઈ રાત્રે ઈટાળવા પ્રાથમિક શાળામાં વિરામ લીધા બાદ, ગુરુવારે ગડત, ગણદેવી અને વલોટી થઈ દેવસર પહોંચી હતી. ડીજેના તાલે ધાર્મિક ગીતો અને સંગીતના સથવારે મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો અને ભાવિક ભક્તો પાલખી સાથે જોડાયા હતા. માર્ગમાં ઠેર-ઠેર ભક્તોઍ પાલખીનું સ્વાગત કર્યું હતું.દેવસર નવનાથ ધામના વર્તમાન ગાદીપતિ પૂજ્ય છોટેદાદાઍ સ્વયં દાદાની પાલખી ખભા પર ઊંચકી નવનાથ ધામ પરિસરમાં પધરામણી કરાવી હતી. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
આ પ્રસંગે પૂજ્ય છોટેદાદાઍ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કેં ?ૅજે ભક્ત પાલખી યાત્રામાં જોડાય છે અથવા દર્શન કરે છે, તેના તમામ કષ્ટો દૂર થાય છે. ગુરુદેવની પાલખીનો ભાગ બનવાનો લ્હાવો સાત જન્મની પુણ્યાઈથી પ્રા થાય છે.ૅ?યાત્રાના સમાપન બાદ નવનાથ ધામ ખાતે તમામ ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. અનસૂયા ભગિની સત્સંગ મંડળ દ્વારા દર વર્ષે આ પરંપરાગત યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જે ભક્તો માટે અતૂટ શ્રદ્ધાનું પ્રતીક બની રહી છે.
