Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ગણદેવી સુગર ફેક્ટરીમાં કાજુની વૈજ્ઞાનિક ખેતી પર તાલીમ યોજાઈ

ગણદેવી સુગર ફેક્ટરીમાં કાજુની વૈજ્ઞાનિક ખેતી પર તાલીમ યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

બીલીમોરા,તા.૨૩ ઃ પરીયા કૃષિ પ્રાયોગિક કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા અખિલ ભારતીય સંકલિત કાજુ સંશોધન યોજના અંતર્ગત તથા ઍસ.સી.ઍસ.પી. યોજના હેઠળ ગણદેવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળમાં કાજુની વૈજ્ઞાનિક ખેતી પદ્ધત વિષય પર ઍક દિવસીય તાલીમ યોજાઈ હતી. જેમાં કેન્દ્રના વડા ડૉ. ચિરાગ પટેલ તેમજ વિષય નિષ્ણાતો ડૉ. શૌનક દેસાઈ અને ડૉ. સંદીપ પરમાર દ્વારા ખેડૂતોને દક્ષિણ ગુજરાતની જમીન અને હવામાનને અનુરૂપ કાજુની આધુનિક ખેતી પદ્ધતિ,ખાતર વ્યવસ્થાપન, રોગ-જીવાત નિયંત્રણ તથા ઉત્પાદન અને ગુણવત્તા વધારવાના અસરકારક ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. કુલ ૨૫ ખેડૂતો ઉપસ્થિત રહ્ના હતા. તાલીમના અંતે ઉપસ્થિત ખેડૂતોને ઉપયોગી કૃષિ કિટ વિતરણ કરાઈ હતી. આ તાલીમથી ખેડૂતોમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કાજુનું ઉત્પાદન વધારવા અંગે જાગૃતિ આવી અને ભવિષ્યમાં કાજુ પાકને વિકલ્પ રૂપે અપનાવવાની પ્રેરણા મળી હોવાનું જણાવાયું હતું.દક્ષિણ ગુજરાતનું હવામાન, મધ્યમ વરસાદ અને લાલ-પથ્થરાળ જમીન કાજુ પાક માટે અત્યંત અનુકૂળ હોવાથી નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાઓમાં કાજુની ખેતી માટે વિશાળ શક્યતાઓ રહેલી છે. યોગ્ય વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવાથી આ વિસ્તારમાં કાજુ ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો કરી શકાય તેમ છે. ગણદેવી સુગરના મેનેજીંગ ડિરેક્ટર રાજીવકુમાર ગુા, ઓ ઍસ મુકેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતા.