Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સરોધી હાઈવે પર ગેરેજમાંથી હેરોઈન મળ્યું

સરોધી હાઈવે પર ગેરેજમાંથી હેરોઈન મળ્યું


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૩ ઃ  વલસાડ રૂરલ પોલીસ મથકના પીઆઇ ને મળેલી બાકી આધારે પોલીસે સરોધી નેશનલ હાઈવે નંબર ૪૮ પર આવેલા ઍક ગેરેજમાં છાપો મારતા ૧.૪૦૦ મિલીગ્રામ હેરોઈન , બે મોબાઈલ વજન કાંટો મળી કુલ ૨૮,૧૫૦ ના મુદ્દા માલ સાથે ગેરેજ માલિકની ધરપકડ કરી જેલમાં ધકેલી લીધો છે.  વલસાડના સરોધી હાઈવે પર આવેલા શારદા ઓટો પાર્ટ્સ અને ન્યુ મુંબઈ મોટર્સ નામનું ગેરેજ માં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાની વલસાડ રૂરલ પોલીસ ની ટીમને બાતમી મળતા પોલીસની ટીમે વોચ ગોઠવીને ઓચિંતો છાપો માર્યો હતો. તપાસ દરમિયાન પોલીસને ગેરેજ માલિક ટ્રક રિપેરિંગની આડમાં ટ્રક ડ્રાઈવરોને નશીલા હેરોઇનનું વેચાણ કરતો હતો. પોલીસે સ્થળ પરથી ગેરેજ માલિક અશફાક સફીઉલ્લા શેખની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન તેની પાસેથી શંકાસ્પદ ૧.૪૦૦ મિલિગ્રામ જેટલો નશીલો હેરોઇન મળી આવ્યો હતો. પોલીસે હેરોઇન, વજન કાંટો અને મોબાઈલ ફોન સહિત મળી કુલ રૂ. ૨૮,૧૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ઍફઍસઍલની ટીમની મદદથી લઈ  હેરોઈન ના સેમ્પલ લેવામાં આવ્યા હતા વલસાડ રૂરલ પોલીસે આરોપી અશફાક શકી  ઉલ્લાસ શેખ વિરુદ્ધ ફઝ઼ભ્લ્ ઍક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.