Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડ જિલ્લામાં રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન હાથ ધરાશે

વલસાડ જિલ્લામાં રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન હાથ ધરાશે


(દમણગંગા ટાઈમ્સ)

વલસાડ, તા. ૨૩ ઃ વલસાડ જિલ્લામાં રક્તપિત્ત નાબુદી માટે તા. ૩૦-૦૧-૨૦૨૬થી તા.૧૩-૦૨-૨૦૨૬ સુધી સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાનની શરૂઆત થશે. રક્તપિત્ત જાગૃતિ માટે રક્તપિત્તના લક્ષણો જાણવા જરૂરી છે. રક્તપિત્ત જંતુજન્ય રોગ છે અને સંપૂર્ણપણે મટી શકે છે.

ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર, સ્પર્શજ્ઞાનનો અભાવ, ચામડી પર ચાઠું, રક્તપિત્ત હોઇ શકે છે. વહેલું નિદાન, નિયમિત અને પૂરતી બહુઔષધિય સારવારથી વિકૃતિ અટકાવી શકાય છે. રક્તપિત્તગ્રસ્તોને સન્માનપૂર્વક જીવવા પ્રોત્સાહિત કરો. સમાજને ઉપયોગી બનવા તેમનો સ્વીકાર કરી અને તેમને મદદ કરવી. રકત્તપિત્તનું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાના/પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર / સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દરરોજ વિના મૂલ્યે કરવામાં આવે છે ઍમ જિલ્લા રક્તપિત્ત કચેરી, વલસાડની અખબારી યાદીમાં જણાવાયું છે.