Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડમાં જીઈઈ મેઈન પરીક્ષાના કેન્દ્રો પાસે ઝેરોક્ષ મશીનો પર પ્રતિબંધ

વલસાડમાં જીઈઈ મેઈન પરીક્ષાના કેન્દ્રો પાસે ઝેરોક્ષ મશીનો પર પ્રતિબંધ


(દમણગંગા ટાઈમ્સ)

 વલસાડ, તા. ૨૩ ઃ વલસાડ જિલ્લામાં તા.૨૯-૦૧-૨૦૨૬ સુધી પરીક્ષા દરમિયાન સવારના ૦૮-૦૦થી સાંજે ૭-૦૦ વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રોની હદથી ૨૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ૪ (ચાર) કરતા વધુ માણસોની કોઇ સભા ભરવી નહી કે બોલાવવી નહી અથવા સરઘસ કાઢવું નહી. પરીક્ષા કેન્દ્રોની હદથી ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં લાઉડસ્પીકર તથા કોઈપણ પ્રકારના સાઉન્ડ સીસ્ટમનો ઉપયોગ કરવો નહીં.  નેશનલ ટેસ્ટિંગ ઍજન્સી નવી દિલ્હી દ્વારા આયોજિત જેઈઈ મેઈન – ૨૦૨૬ (સેશન – ૧)ની પરીક્ષા યોજાશે. આ પરીક્ષાના સરળ સંચાલન માટે તેમજ પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના પરીક્ષા આપી શકે અને બિલ્ડિંગ કંડકટરો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના શાંતિ અને સલામતી પૂર્વક પરીક્ષાનું સંચાલન કરી શકે તે દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મહિપાલસિંહ ચુડાસમાઍ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ મુજબ મળેલી સત્તાની રૂઍ જાહેરનામુ બહાર પાડયુ છે.  

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કર્યે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ હેઠળ કસુરવાર સામે પગલાં લેવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે તેથી ઉપરના હોદ્દા ધરાવતા તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.