Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

અતુલની ઉલ્હાસ જીમખાના-A ટીમ વિજેતા

અતુલની ઉલ્હાસ જીમખાના-A ટીમ વિજેતા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૩ ઃ છેલ્લા ૭૮ વર્ષ થી ચાલતી હેરીન ઍન્ડ કેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટની માહિતી આપતા ઉલ્હાસ જીમખાના ના જનરલ સેક્રેટરી જે.ડી.પટેલે જણાવ્યુ હતુ કે નવેમ્બર -૨૦૨૫ થી જાન્યુઆરી -૨૦૨૬ સુધી ચાલેલ આ ટુર્નામેન્ટમાં દમણ, નવસારી જિલ્લો, વલસાડ જિલ્લા માંથી ૧૪ ટીમો ઍ ભાગ લીધો હોય તે પૈકી તા. ૧૬/૦૧/૨૦૨૬ ના રોજ ફાયનલ મેચ ઉલ્હાસ જીમખાના – ખ્ વિરુધ્ધ ઉલ્હાસ જીમખાના –ગ્ ટીમ વચ્ચે રમાઇ હતી. જીમખાના ગ્ ટીમના કેપ્ટન પ્રિતમ પટેલે પ્રથમ બેંટીગ લેતા નિર્ધારીત ૪૦ ઓવર માં માત્ર ૮૬ રન બનાવ્યા હતા તેના જવાબમાં ઉલ્હાસ જીમખાના – ખ્ ટીમ ના કેપ્ટન ગુંજન પટેલ ની ટીમે ૧૭.૨ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી હાંસલ કર્યો હતો મેન ઓફ ધ મેચ , બેસ્ટ ફિલ્ડર તરીકેના ઇનામો ઉલ્હાસ જીમખાના – ખ્ ટીમના ખેલાડી  દિવ્ય આહીર અને ગુંજન પટેલ ના ફાળે ગયા હતા બેસ્ટ વિકેટ કિપર તરીકે નુ ઇનામ ઉલ્હાસ જીમખાના – ગ્ ટીમના ખેલાડી કૃણાલ કામલી ને ફાળે ગયુ હતું ટુર્નામેન્ટ દરમ્યાન ઍક મેચમાં વધુ રન કરનાર (૨૮૨ રન/૪૦ ઓવર) ઉલ્હાસ જીમખાના – ખ્ ટીમને બ્રાઇટ ક્રિકેટ તરીકે નો ખિતાબ પ્રા થયો હતો તેમજ ઍક મેચમા વધુ વિકેટ લેનાર (૩૩ રન / ૬ વિકેટ ) જીમખાના – ખ્ ટીમના ખેલાડી શ્રી પલક વાળોદરા ને બેસ્ટ બોલર તથા ઍક મેચ માં સેંચુરી(૧૦૪) બનાવનાર ઉલ્હાસ જીમખાના – ખ્ ટીમના ખેલાડી  મહમદ કેફ ને બેસ્ટ બેટસમેન તરીકેના ઇનામો -ા થયા હતા.
અંતમા ઇનામ વિતરણ કાર્યક્રમમાં હાજર રહેલ,રાજેશકુમાર પટેલ, ચિરાગ પટેલ(ઞ્ઘ્ખ્ ફીટનેસ કોચ) ઉલ્હાસ જીમખાના ક્રિકેટ સેક્રેટરી  હોમિયાર કાસદ , જનરલ સેક્રેટરી  જે.ડી.પટેલ, હેરીન ઍન્ડ કેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક દારા વરવાડેવાલા ના શુભ હસ્તે વિજેતા / ઉપવિજેતા ટીમો તથા ખેલાડી ઓને મેડલ તથા ટ્રોફીઓ ઍનાયત કરવામાં આવી હતી.