પારડી પોલીસ દ્વારા મોકડ્રીલ યોજાઈ
- byDamanganga Times
- 24 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૩ ઃ પારડી તાલુકાના કાંઠા વિસ્તારના ગામડાઓમાં પારડી પોલીસે સાવચેતીના પગલાં રૂપે સ્મોલર ડિસટીક લેવલ કોસ્ટલ મોગડ્રીલ બંદોબસ્ત સ્ક્રીમ હેઠળ ચુસ્ત પોલીસ રાખ્યો હતો અને કાંઠા વિસ્તારની સુરક્ષા અંગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. પારડી પોલીસ મથકના પીઆઇ જીઆર ગઢવીના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસે પારડી તાલુકાના કાંઠા વિસ્તાર ના ગામડાઓ જેમકે ઉમરસાડી માછીવાડ ઉમરસાડી દેસાઈવાડ ઉદવાડા ગામ માં તા. ૨૧-૧-૨૦૨૬ થી તા. ૨૨-૧-૨૦૨૬ સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો. પોલીસ વિભાગ અને ગ્રહ વિભાગના સૂચન મુજબ પારડી પોલીસે કાંઠા વિસ્તારના તમામ ગામડાઓમાં છેલ્લા બે દિવસથી પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો આપણા દેશમાં દેશવાસીઓને નુકસાન પહોંચાડવા માટે અને ગુલામ બનાવવા માટે ઇસ્લામિક સ્ટેટ ઍટલે કે પાકિસ્તાન દ્વારા નિર્દોષ નાગરિકોને નિશાન બનાવીને આતંકવાદ ફેલાવવામાં આવી રહ્ના છે. આ આતંકવાદને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા અવર નવર કાંઠા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે. જેના ભાગરૂપે કાંઠા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી જિલ્લા પોલીસ ના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આજે તારીખ ૨૨મી ના રોજ આ બંદોબસ્ત પૂર્ણ થવાનો છે જિલ્લા પોલીસની સૂચના મુજબ પારડી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને કાઠા વિસ્તારમાં આવતા દરેક વ્યક્તિઓની તપાસણી કરી હતી આમ છેલ્લા બે દિવસથી કાઠા વિસ્તારમાં પારડી પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી કાઢવી વિસ્તારની દરેક જાણકારી મેળવી દરેક વ્યક્તિઓની અવર જવરમાટે તપાસ કરી હતી આમ આજે પોલીસ બંદોબસ્ત સમા થયું હતું. પરંતુ પોલીસની નિગ્રાણી કાંઠા વિસ્તારમાં ચોક્કસપણે રહી હતી.
