દ.ગુ.ના મહેસૂલી કેસોનું નિરાકરણ હવે સુરતમાં
- byDamanganga Times
- 23 January, 2026
વાપી, તા. ૨૨ ઃ ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના પડતર રિવીઝન, અપીલ અરજીઓ તેમજ પરચુરણ અરજીઓ કે જે મામલતદાર, કૃષિપંચ, નાયબ કલેક્ટર અથવા જિલ્લા કલેક્ટરના ચુકાદાઓ સામે દાખલ થયા હોય તેવા કેસોની સુનાવણી ૨૦૨૬ના ચાલુ વર્ષ દરમિયાન દર માસના અંતિમ ગુરુવાર અને શુક્રવારના રોજ સુરત ખાતે યોજાશે. તા.૨૯ અને તા.૩૦, ફેબ્રુઆરી માસમાં તા.૨૬ અને ૨૭, માર્ચમાં તા.૨૭ (શુક્રવારે ઍક દિવસ માટે), ઍપ્રિલમાં તા.૨૩ અને ૨૪, જુન મહિનામાં તા.૧૮ અને તા.૧૯, જુલાઈ મહિનામાં તા.૩૦ અને તા.૩૧, ઓગષ્ટ માસમાં તા. ૨૦ અને ૨૧, સપ્ટેમ્બર માસમાં તા.૨૪ અને ૨૫, ઓક્ટોબર માસમાં તા.૨૯ અને ૩૦, નવેમ્બરમાં તા.૨૬ અને ૨૭ તથા ડીસેમ્બર માસમાં તા.૧૭ અને ૧૮ના રોજ નિયોજિત કરવામાં આવી હોવાનું ગુજરાત મહેસૂલ પંચના અધ્યક્ષ ઍ.આઈ. રાવલની યાદીમાં જણાવાયું છે.
