Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપીમાં સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસનું ઉદ્દઘાટન

વાપીમાં સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસનું ઉદ્દઘાટન


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૨ ઃ વાપી ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન, રુસ્તમજી ઍકેડેમી ફોર ગ્લોબલ કેરિયર્સ, ગુજરાત થેમીસ બાયોસિન લિમિટેડ અને થેમીસ મેડિકેર લિમિટેડની સહયોગી પહેલ હેઠળ સ્ત્ખ્ - થેમીસ - રુસ્તમજી સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસનું ઉદ્ઘાટન, વાપીના સેન્ટર ઓફ ઍક્સલેન્સ (ઘ્બ્ચ્) ખાતે ગૌરવપૂર્ણ અને ઉત્સાહી વાતાવરણમાં ૨૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને ગુજરાત સરકારના નાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની હાજરીથી ભવ્યતા પ્રા થઇ હતી. ઞ્વ્ગ્ન્ ના ઘ્ચ્બ્ અને ડાયરેક્ટર રજનીશ આનંદે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી સ્કિલ ઇન્સ્ટિટ્યૂટમાં શરૂ થનારા અભ્યાસક્રમથી ઉભી થનાર રોજગારીની તકો ની વિગતવાર માહિતી આપી હતી.

મુખ્ય મહેમાન કનુભાઈ દેસાઈ તેમના પ્રેરણાદાયી ભાષણ દરમિયાન કૌશલ્ય વર્ધન આધારિત શિક્ષણ દ્વારા યુવાનોને સશક્ત બનાવવા પર ભાર મુક્યો હતો અને સંસ્થાના પહેલની પ્રશંસા કરી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

ય્ખ્ઞ્ઘ્ ના ઘ્બ્બ્ કરણ દેસાઈઍ સંસ્થામાં હાલમાં અને ભવિષ્યમાં શરૂ થનારા અભ્યાસક્રમો વિષે માહિતી પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્ત્ખ્ ના મંત્રી કલ્પેશભાઈ વોરા દ્વારા કરવામાં આવ્યું હતું.

ઉદ્ઘાટન સમારોહ દરમિયાન સ્ત્ખ્ના પ્રમુખ સતિષભાઈ પટેલ, નોટીફાઈડ ઍરિયા બોર્ડ ઓફ મેનેજમેન્ટ, વાપીના ચેરમેન યોગેશભાઈ કાબરિયા, ઞ્ભ્ઘ્ગ્ ના ય્બ્  ઍ.જી. પટેલ, થેમીસ મેડિકેરના ડાયરેક્ટર રીના પટેલ, સ્ત્ખ્ના ઉપપ્રમુખ મગનભાઈ સાવલિયા, સ્ત્ખ્ ના માજી પ્રમુખો  શિરીષભાઈ દેસાઈ, પ્રકાશભાઈ ભદ્રા અને કમલેશભાઈ પટેલ, સ્ત્ખ્ના ઍક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સ  હેમંતભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ અને કૌશિકભાઈ પટેલ, સ્ઞ્ચ્ન્ ના ઘ્ચ્બ્ જતીનભાઈ મહેતા ઉપસ્થિત રહ્ના હતા. સંસ્થાના મેનેજમેન્ટ, ફેકલ્ટી સભ્યો, સ્ટાફ, ટેક્નિકલ ટીમ અને સ્વયંસેવકોના નોંધપાત્ર યોગદાનને કારણે કાર્યક્રમનું સફળ આયોજન શક્ય બન્યું હતું.