તામછડીમાં લગન્ પ્રસંગે જાહેરમાં અશ્લીલ હરકતથી ચકચાર
- byDamanganga Times
- 23 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૨ ઃ ધરમપુર તાલુકાના મોહનાકાંવચાળી ગામે છ દિવસ પહેલા લગ્ન પ્રસંગમાં નાચ -ગાન વખતે ઍક સગીરે અશ્લીલ હરકતો કરતી હોવાની ફરિયાદ થવા પામી હતી. જો કે તે વાત હજુ વિસરાઈ નહી તે પહેલા ધરમપુર તાલુકાના તામછડી તાડપાડા ફળીયાનો નવો કિસ્સો બહાર આવવા પામ્યો છે. તામછડી તાડપાડા ફળિયામાં યોજાયેલા લગ્ન પ્રસંગ દરમિયાન જાહેર સ્થળે અશ્લીલ વર્તન થયાની ઘટના સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે ધરમપુર પોલીસ મથકે આરોપી યુવાન સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ ફરીયાદી વિઠ્ઠલભાઇ ધનજીભાઇ રાથડ (ઉ.વ. ૩૩), વ્યવસાયે ખેતી, રહે. તામછડી તાડપાડા ફળીયા, તા. ધરમપુર દ્વારા કરેલ પોલીસમાં ફરિયાદ મુજબ તા.૧૦/૦૧/૨૦૨૬ના રોજ તામછડી તાડપાડા ફળીયામાં લગ્ન પ્રસંગ દરમિયાન નૃત્ય કાર્યક્રમ ચાલી રહ્ના હતો.
તે સમયે આરોપી યુવક દ્વારા સામેની બાજુ નૃત્ય કરતી યુવતીને નિહાળી જાહેરમાં હાજર લોકોઍ જોઈ શકે તેવી સ્થિતિમાં બિભત્સ ચેનચાળા કરી અશ્લીલ હરકતો કરવામાં આવી હતી. આ ઘટનાથી પ્રસંગની સામાજિક મર્યાદા ભંગ થવા સાથે હાજર લોકોઍ ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ઘટનાની જાણ થયા બાદ ફરીયાદીઍ આજરોજ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આરોપી તરીકે સુનિલભાઇ નારૂભાઇ ચાવરા, રહે. માકડબન, ધુળીપાડા ફળીયાનો હોવાનુ જાણવા મળ્યું છે.
ધરમપુર પોલીસે જાહેર સ્થળે અશ્લીલ વર્તન સંબંધિત કાયદાની કલમો હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે.
