રોડ ટેકસ બચાવવાની લ્હાઈમાં પંડોરમાં ટેન્કર પલટયું
- byDamanganga Times
- 23 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૨ ઃ વાપી નજીકના પંડોર ગામેથી પસાર થતા મુખ્ય માર્ગ ઉપર ઍક રેડીમેન્ટ સિમેન્ટ કોંક્રેટ ભરેલ ટેન્કર પલટી જવાની ઘટનામાં ચાલકને નજીવી ઈજા પહોંચી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભરે ચકચાર મચી જવા પામી હતી.
આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં આવતા જતા ભારે વાહનો બગવાડા ટોલટેક્સ બચાવવા માટે ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થઈ રહ્ના છે તો કેટલાક વાહનો ભીલાડ વાપી બલિઠાથી દમણ થઈ પારડી તરફ જતા હોય છે અને ટોલટેક્સ બચાવી રહ્ના છે ત્યારે આજે વહેલી સવારમાં સુરતથી મુંબઈ તરફ જતું ઍક રેડીમેન્ટ સિમેન્ટ કોંક્રેટ ભરેલ ટેન્કર નંબર ઍમઍચ ૦૪ ઍલઇ ૪૫૦૭ના ચાલક દ્વારા વાપી નજીકના પંડોર ગામે આવેલ બસ સ્ટેન્ડ પાસે ના નાણા ઉપર વળાંકને લઈ ફૂલ સ્પીડમાં આવી ટન નહીં કપાતા નાળામાં અથડાય ને પલટી મારી જવા પામ્યો હતો.
જો કે ઘટના સમયે આગળ પાછળ કોઈ વાહન કે રાહદારી ન હોવાને લઈ કોઈ જાનહાની કે ઈજા પહોંચી નથી. પરંતુ ટેન્કર ચાલકને નજીવી ઈજા થતાં સ્થાનિક લોકો તેમજ રાહદારી દ્વારા ટેન્કરની કેબિનમાંથી બહાર કાઢી સારવાર માટે દાખલ કરાયો હતો. ઘટનાને પગલે સમગ્ર ગામમાં થી પસાર થતાં ટ્રક ટેન્કર કન્ટેનર અને ભારે વાહનોને અહીંથી પસાર થતાં હોય છે તેવા વાહનોને પોલીસ તથા આરટીઓ વિભાગની ટીમ દ્વારા રોકી કાર્યવાહી કરે તેવી માંગ પણ કરી રહ્ના છે .
