ધમડાચી હાઈવે પર આઈસર સાથે ટક્કર પછી ટ્રક ટ્રાન્સફોર્મરમાં ભટકાઈ
- byDamanganga Times
- 23 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૨ ઃ વલસાડ નેશનલ હાઇવે નંબર ૪૮ પર પરના ધમડાચી નેશનલ હાઈવે વાપીથી સુરત તરફ જતા રોડ પર મોડી રાત્રે ઍક આઈસર ટેમ્પામાંથી કેમિકલ ભરેલું ડ્રમ રોડ પર પડતા જેને લેવા જતા ઍક પૂર ઝડપે આવતી ટ્રકે આઇસર ટેમ્પાની પાછળથી જોરદાર ટક્કર થતા ટ્રક બેકાબૂ બની હાઇવે રોડની બાજુમાં લગાવેલ ટ્રાન્સફોર્મરમાં અથડાતા હાઈવે પરની હોટલોમાં લાઈટ થઈ ગઈ હતી. જ્યારે ટ્રકમાં ભારે નુકસાન થયું હતું.
વલસાડ નેશનલ હાઇવે નંબર ૪૮ પર ધમડાચી ગામના હાઇવે પરની વાપીથી સુરત હાઇવે રોડ પર રામદેવની સામેથી પસાર થઈ રહેલો ઍક આઇસર ટેમ્પો નંબર ઞ્થ્ ૧૫ /ળ્ળ્/ ૪૧૦૦ ટેમ્પોમાંથી અચાનક કેમિકલ ભરેલું ડ્રમ નીચે પડી ગયું હતું. આ ડ્રમ લેવા માટે આઈસરના ચાલકે જોખમી રીતે હાઈવેના પ્રથમ ટ્રેક પર જ ટેમ્પો પાર્ક કરી દીધો હતો અને નીચે ઉતર્યો હતો. આ દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી પ્ણ્.૧૨.વ્સ્.૪૨૯૯ નંબરની ઍક મહાકાય ટ્રક ઓવરટેક કરવાની લાયમાં, રસ્તા વચ્ચે ઉભેલા આઈસર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર ઍટલી જબરદસ્ત હતી કે ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. બેકાબુ બનેલી ટ્રક બાજુમાં આવેલી પંચરની દુકાનની તદ્દન નજીકથી પસાર થઈને સીધી જીઈબી (ઞ્ચ્ગ્)ના ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ હતી. આ અકસ્માતને કારણે ટ્રાન્સફોર્મરને ભારે નુકસાન થતા આસપાસની હોટલોનો વીજ પુરવઠો ખોરવાયો હતો. સદનસીબે પંચરની દુકાન પાસે મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માતની જાણ થતાં જ ૧૧૨ જનરક્ષકની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે પરિસ્થિતિનો તાગ મેળવી તુરંત વલસાડ રૂરલ પોલીસ અને જીઈબીની ટીમને જાણ કરી હતી. વલસાડ રૂરલ પોલીસના જવાનો અને હાઈવે પેટ્રોલિંગ ઇન્ટરસેપ્ટર વાન પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા..પોલીસે ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે ક્રેનની મદદ લીધી હતી અને અકસ્માતગ્રસ્ત બંને વાહનોને રસ્તાની સાઈડ પર ખસેડી વાહન વ્યવહાર શરુ કરાવ્યો હતો..આ ગંભીર અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ ન હતી.
