Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ભેસધરામાં યુવકે ફાંસો ખાધો

ભેસધરામાં યુવકે ફાંસો ખાધો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૨૨ ઃ ધરમપુર તાલુકાના ભેંસધરા ગામે રહેતા ૩૭ વર્ષીય યુવકે ફાંસો લઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. મૃતકનું નામ સુભાષ ચીમનભાઈ રાવતા હોવાનું જાણવા મળ્યું છે. 

પ્રા માહિતી મુજબ તા.૨૦/૦૧/૨૦૨૬ના રોજ સુભાષ રાવતા કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. પરિવારજનો તથા ગામના લોકોઍ તેની શોધખોળ હાથ ધરી હતી.

 ત્યારબાદ તા.૨૧/૦૧/૨૦૨૬ના રોજ બપોરના સમયે ઘર નજીક આવેલી આંબાવાડીમાં ઝાડની ડાળી સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં સુભાષનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પરિવારજનોઍ તાત્કાલિક ધરમપુર પોલીસને જાણ કરી હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક છેલ્લા કેટલાક સમયથી પારિવારિક વિવાદના કારણે માનસિક તણાવમાં હતો. પત્ની અને બાળકો પિયર જતાં રહેવાના કારણે તેને માનસિક દબાણ અનુભવાતું હતું,

 જેના પગલે આપઘાત કર્યો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ધરમપુર પોલીસે આ બાબતે અકસ્માત મોતની ફરિયાદ નોંધાવી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.