મોતીવાડાના રામમંદિરમાં ભાવુક માહોલમાં અયોધ્યા મંદિરનો બીજા મહોત્સવ ઉજવાયો
- byDamanganga Times
- 23 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૨ ઃ પારડી તાલુકાના મોતીવાડા ગામમાં આવેલ પવિત્ર શ્રી રામ મંદિરમાં આજરોજ અયોધ્યામાં શ્રીરામ મંદિરના બે વર્ષ પૂર્ણ થતા ભવ્ય શ્રી પ્રગતિ મંડળ દ્વારા રામ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. જે મહોત્સવ દરમિયાન સમગ્ર ગામમાં બાઈક રેલી કાઢવામાં આવી હતી અને જય શ્રી રામના જય જય કારા ગુંજી ઉઠ્યા હતાં. કેટલાક ભક્તો ભાવુક થઈ રડી પડ્યા હતાં અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રામ મંદિર નિર્માણ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આજે મોતીવાડા ગામમાં શ્રી પ્રગતિ મંડળ દ્વારા શ્રી રામ મંદિરમાં ભવ્ય મહોત્સવ યોજવામાં આવ્યો હતો. વહેલી સવારથી રામલાલાની આરતી અને પૂજા કરવામાં આવી હતી. સાંજના મોતીવાડા ગામના સરપંચ જયસુખભાઈ નાયકા તથા ગ્રામ પંચાયતના સદસ્યો ગ્રામજનો ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઍકત્રિત થયા હતાં. યુવાનો બાઇક લઈને મોટી સંખ્યામાં ઍક જ થયા હતાં અને અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણના બે વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બાદમાં મોતીવાડા ગામથી બાઇક રેલી ભગવાન શ્રી રામના જય જય કારા સાથે કાઢવામાં આવી હતી. આ બાઈક રેલી ઓરવાડ બ્રિજ નીચેથી ખડકી ભંડારવાડ થઈ મોતીવાડા પરત ફર્યા હતા અને ગંગાજી રામેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા ભગવાન જય શ્રી રામના જય જય કારા ગુંજી ઉઠ્યા હતા અયોધ્યામાં ૫૦૦ વર્ષ બાદ ભગવાન શ્રીરામનું મંદિર બનતા મોતીવાડા ગામના શ્રીરામ ભક્તોઍ વડા-ધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
