વલસાડમાં પાણી લીકેજનો વિડિયો વાયરલથી તંત્ર દોડતું થયું
- byDamanganga Times
- 23 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૨ ઃ વલસાડ પાલિકાના પાપે શાકભાજી માર્કેટ વિસ્તારમાં પીવાના લાઈન કાપી નાખ્યા બાદ ઍમને ઍમ છોડી દેતા હજારો લિટર પાણી પાણીનો વેડફાટ જોવા મળતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે.
વલસાડ નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટ વિસ્તારમાં કોઈ કામગીરી માટે પાણીની પાઈપલાઈન કાપવામાં આવી હતી. પાલિકાઍ પાઈપલાઈનનું રિપેરીંગ કર્યા વિના જ તેને છોડી દેવામાં આવી હતી. જોકે પાણીનો સપ્લાય શરૂ થયો ત્યારે કપાયેલી લાઈનમાંથી હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું. પાણીના આ વેડફાટને જોઈને સ્થાનિકોઍ તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વિડીયો વાયરલ થતાં જ પાલિકા દોડતું થઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી લાઈન રિપેરીંગની કામગીરી હાથ ધરી હતી. જોકે, ત્યાં સુધીમાં હજારો લીટર અમૂલ્ય પાણી ગટરમાં વહી ગયું હતું.
