Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ઉમરગામ પાલિકાની ટર્મ અંતિમ તબક્કે

ઉમરગામ પાલિકાની ટર્મ અંતિમ તબક્કે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૨ ઃ  વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકાનો કાર્યકાળ હવે પૂર્ણ થવાની કાગારમાં છે. તેવા સમયે ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
સામાન્ય સભામાં નગરજનોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુસર વિકાસ કામો સાથે નવી ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા અંગે આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સોલાર પાવર વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ શહેરના રોડ-રસ્તાના વિકાસ માટેના વિવિધ કામો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
નગરમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન નિર્માણ અંગે પણ આયોજનાત્મક ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ જમીનવિહોણા લોકોને રહેઠાણનો લાભ મળી રહે તે માટે અંદાજે ૩૦૦ આવાસ બનાવવા બાબતનો પ્રસ્તાવ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સભામાં રજૂ કરવામાં આવ્યો હતો.
ભાજપ શાસિત ઉમરગામ નગરપાલિકામાં સત્તાધીશો બેફામ બન્યા હોવાના આક્ષેપો વચ્ચે, હવે ટર્મ પૂર્ણ થવા જઈ રહી હોવાથી નગરપાલિકાના ચીફ ઓફિસર વિકાસના કામોને પ્રાથમિકતા આપવા કમર કસતા જોવા મળી રહ્ના છે, જે શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્નાં છે.