વાપીમાં સતત ત્રીજા દિવસે શાકભાજી માર્કેટ બંધ રહેતા ગૃહિણીઅો પરેશાન
- byDamanganga Times
- 23 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૨ ઃ વાપી શાકભાજી માર્કેટ સ્થળાંતર ને લઈ સતત ત્રીજા દિવસે ઘર્ષણ અથાવત રહ્નાં હોય તેવો માહોલ ને લઈ બજારમાં શાકભાજી નહીં મળતા ગૃહણીઓઍ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ વાઇબ્રન્ટ શાકભાજી માર્કેટ કે સરદાર માર્કેટમાં જવું પડી રહ્નાં છે તો વાપી મહાનગર શાકભાજી માર્કેટ ખંડેર અવસ્થામાં રહ્નાં છે.
વાપીના નાઝાબાઇ રોડ તેમજ તેની આજુબાજુના રસ્તા ઉપર છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદે લારી અને પાથરણા પાથરી શાકભાજી તેમજ ફળ અને ફૂલનું વેચાણ કરવામાં આવી રહ્નાં હતું અને રસ્તાની વચ્ચોવચ લારીઓ લગાવી દાદાગીરી તેમજ બે ગ્રુપ વચ્ચે સતત મારા મારી અને ઝઘડાને લઈ આ સ્થળેથી શાકભાજી માર્કેટને કાયમી માટે સ્થળાંતર કરવા અંગે વાપી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તેમજ બાંધકામ વિભાગ દ્વારા મહાનગરપાલિકાનું કબ્રસ્તાન રોડ ઉપર બનાવવામાં આવેલ શાકભાજી માર્કેટમાં સ્થળાંતર કરવા સતત ચાર નોટિસ આપી તારીખ ૨૦ ૧ ૨૦૨૬ ના રોજથી અહીં શાકભાજી માર્કેટ બંધ કરાવી દેવામાં આવ્યું હતું અને તેઓઍ રસ્તાની બંને બાજુઍ કરેલ દબાણ દૂર કરી લેવામાં આવ્યા હતા જેને લઇ અહીં વર્ષોથી ટ્રાફિક ને લઈ લોકો ત્રાહિમામ પોકારતા હતા તે લોકો ને રાહત થવા પામી હતી જોકે અહીં કેટલીક ખાનગી શોપિંગ સેન્ટર અને દુકાનદારોને પોતાની દુકાનમાં શાકભાજી માર્કેટ શરૂ કરવામાં આવે તેવી રજૂઆતો પણ કેટલાક વેપારીઓ અને અગ્રણીઓ કરી રહ્ના છે અને આ મહિલાઓ કે શાકભાજીનું વેચાણ કરનાર વેપારીઓ કોઈપણ કાળે મનપાની શાકભાજી માર્કેટમાં નહીં જશે તેમ જણાવી રહ્ના છે જોકે આજે સતત ત્રીજા દિવસે વાપીના શાકભાજી માર્કેટમાં મોટાભાગની શાકભાજી માર્કેટનું વેચાણ કરનાર ની દુકાનો બંધ રહેતા શાકભાજીની ખરીદી કરવા માટે ગૃહણીઓઍ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર યુપીઍલ બ્રિજ ની સામે આવેલ વાઇબ્રન્ટ શાકભાજી માર્કેટ તેમજ સરદાર વેજીટેબલ માર્કેટ માં જોવું પડી રહ્નાં છે. જેને લઇ ગૃહણીઓ પરેશાન બની છે.
