Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ગણદેવીના ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

ગણદેવીના ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૨૨ ઃ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્ના છે. જે અંતર્ગત નવસારી જિલ્લામાં રાજ્યમાં પ્રેરણા પ્રવાસ ઘટક હેઠળ વિશેષ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગણદેવી તાલુકાના અંદાજે ૧૩૦ જેટલા ખેડૂતોઍ ઉત્સાહપૂર્વક જોડાઈને વાંસદા તાલુકાના ભીનાર ગામના પ્રગતિશીલ ખેડૂત મનુભાઈ પટેલના ખેતરની મુલાકાત લીધી હતી.
વ્યવસાયે નિવૃત્ત શિક્ષક અને છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતીમાં સક્રિય ઍવા મનુભાઈ પટેલે ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ મુખ્ય આયામો વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મનુભાઈ તેમના ખેતરમાં આંબાવાડી, પપૈયા તેમજ ઍવોકાડો જેવા પાકોની સફળતાપૂર્વક ખેતી કરી અન્ય ખેડૂતો માટે પથદર્શક બન્યા છે. ખેતીની સાથે સાથે તેઓ ઘન જીવામૃતનું ઉત્પાદન કરી તેનું વેચાણ પણ કરે છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં સરળતા રહે તે હેતુથી તેઓ ૩૫ કિલોગ્રામ ઘન જીવામૃત માત્ર રૂ. ૩૦૦/- ના રાહત દરે ઉપલબ્ધ કરાવી રહ્ના છે. પ્રેરણા પ્રવાસમાં જોડાયેલા તમામ ખેડૂતોઍ મનુભાઈની ખેતી પદ્ધતિની પ્રશંસા કરી હતી અને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા મેળવી હતી.