Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

બીલીમોરામાં રક્તદાન શિબિર યોજાઈ

બીલીમોરામાં રક્તદાન શિબિર યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૨૨ ઃ આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે, દેશભક્તિના રંગે રંગાઈને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે ગણદેવી તાલુકા હેલ્થ કચેરી અને બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુરુવારે બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે યોજાયેલા આ રક્તદાન શિબિરમાં રક્તદાતાઓનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો.
રક્તદાન ઍ જ સાચી રાષ્ટ્રસેવાના મંત્રને સાર્થક કરતા કુલ ૪૩ જેટલા રક્તદાતાઓઍ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ તકે રક્તદાતાઓઍ માત્ર લોહીનું દાન જ નહીં, પરંતુ જરૂરિયાતમંદ દર્દીઓની વહારે આવીને દેશ પ્રત્યેની પોતાની નૈતિક ફરજ પણ નિભાવી હતી. પ્રજાસત્તાક પર્વ પૂર્વે આયોજિત આ શિબિરે સમાજમાં સેવાની ઍક નવી જ્યોત પ્રગટાવી છે.
કાર્યક્રમના અંતે ડૉ. રાજેન્દ્ર ગઢવીઍ તમામ ઉત્સાહી રક્તદાતાઓનો આભાર માનતા જણાવ્યું હતું કે, આવા સેવાકીય કાર્યોથી જ રાષ્ટ્ર મજબૂત બને છે. તેમણે આ શિબિરને સફળ બનાવવા બદલ ઉપસ્થિત તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને રાત-દિવસ કાર્યરત આરોગ્ય કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી.