લિંગા કુંભારીયામાં સગર્ભા મહિલા પર હુમલો કરનાર પાંચ શખ્સોને ફટકારી ૬ માસની કેદની સજા
- byDamanganga Times
- 23 January, 2026
(દમણગંગા ટાઇમ્સ)
સાપુતારા, તા. ૨૨ ઃ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં લિંગા કુંભારીયા ગામે ભાઈઓ વચ્ચે જમીન વહેંચણીના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતા થયેલી મારામારીના કેસમાં આહવાની જે.ઍમ.ઍફ.સી કોર્ટે ચુકાદો આપ્યો છે. અદાલતે આ કેસમાં સંડોવાયેલા પાંચેય આરોપીઓને દોષિત ઠેરવી ૬-૬ માસની સખત કેદ અને પ્રત્યેકને ૧,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.બનાવની વિગત ઍવી છે કે, ડાંગના લિંગા કુંભારીયા ગામે ભાઈઓ-ભાઈઓ વચ્ચે સહિયારી ખેતીની જમીનની વહેંચણી બાબતે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. આ વિવાદમાં કાકા-બાપાના ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. આ તકરાર દરમિયાન આરોપીઓઍ નિલેશભાઈ પાંડુભાઈ ધાંગળે પર હુમલો કરી મારામારી શરૂ કરી હતી. જ્યારે નિલેશભાઈને બચાવવા માટે તેમની પત્ની રજનીબેન ધાંગળે વચ્ચે પડ્યા, ત્યારે આરોપીઓઍ માનવતાની હદ વટાવી દીધી હતી. રજનીબેન તે સમયે ગર્ભવતી હોવા છતાં, આરોપીઓઍ તેમને ધક્કો મારી પછાડી દીધા હતા અને તેમની નાઈટી ફાડી નાખી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગર્ભવતી મહિલાને પેટના ભાગે દુખાવો ઉપડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.આ હિંસક હુમલા અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આ કેસ આહવાની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (થ્.પ્.જ્.ઘ્.) કોર્ટમાં ન્યાયાધીશ વાય.પી.યાદવ સમક્ષ ચાલ્યો હતો.આ કેસમાં સરકાર પક્ષે વકીલ તરીકે સુરેશભાઈ કોકણીઍ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે સગર્ભા મહિલા પર થયેલો આ હુમલો ગંભીર અપરાધ છે અને સમાજમાં દાખલો બેસે તે રીતે આરોપીઓને સજા થવી જોઈઍ.નામદાર કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ના રાખી આરોપી રામદાસ સીતારામ ધાંગળે,યશવંત સીતારામ ધાંગળે,રમણ સીતારામ ધાંગળે,દિનેશ ચીમન ધાંગળે,સંપત કિશન ધાંગળે - આ પાંચેય ઈસમોને ૬-૬ માસની કેદની સજા અને દરેકને ૧,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. જો આરોપીઓ દંડ ન ભરે તો વધારાની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
