Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ધવલીદોડમાં પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ

ધવલીદોડમાં પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ


(દમણગંગા ટાઇમ્સ)
આહવા, તા. ૨૨ ઃ  ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગોંડલવીહીર ક્લસ્ટરમાં સમાવિષ્ટ ધવલીદોડ ગામે કલસ્ટર બેઇઝ પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રગતિશીલ ખેડૂત શ્રી ઉમેશભાઇ રાઉત, કૃષિ સખી શ્રીમતી સવિતાબેન વિજયભાઈ બાગુલે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેઓઍ પ્રાકૃતિક ખેતીમાં પાંચ આયામનો કઈ રીતે ઉપયોગ કરી શકાય ઍની વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. જેમાં જીવામૃત, ઘન જીવામૃત બનાવવાની રીત અને ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે ઍની સમજ આપી હતી.
પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે ઝેર મુક્ત અનાજ અને શાકભાજીની ખેતી કરી દરેક લોકોનું સ્વાસ્થ્ય સારું રહે ઍના માટે માહિતી આપી હતી. આ સાથે જ  ખેડૂતોને જીવામૃત કેવી રીતે બનાવવાનું તે અંગેની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.