આહવા સરકારી કોલેજ દ્વારા ફલ્લ્ નો સાત દિવસીય શિબિરનું આયોજન
- byDamanganga Times
- 23 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા. ૨૦ ઃ ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજય કોલેજ આહવા દ્વારા ફલ્લ્ નો સાત દિવસીય પ્રાથમિક શાળા ગોંડલવિહિર ખાતે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૧૯ રોજ આ શિબિરના ઉદ્ધઘાટન સમારોહમાં ઉપસ્થિત તાલુકા શિક્ષણાધિકારી કલ્પેશભાઈ જે ચૌધરીઍ ઍન.ઍસ.ઍસના સ્વયંસેવકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, યુવાનોઍ વ્યસન અને ડ્રગ્સ વગેરેથી દૂર રહીને રાષ્ટ્રની સેવા માટે સૌપ્રથમ તૈયાર થવા જોઈઍ તેમને ઉડતા પંજાબ ફિલ્મનું ઉદાહરણ આપીને વ્યસન અને ડ્રગ્સ દુર રહેવા જણાવ્યું હતું. આ સાથે જ યુવાનોઍ મોબાઈલ ના વ્યસન થી દુર રહી તેનો સદુપયોગ કરવો જણાવ્યું હતું. ફલ્લ્ ખાસ શિબિરના ઉદ્ધઘાટન -સંગે કોલેજના આચાર્ય ડૉ.યુ. કે ગાંગુર્ડે દ્વારા ઍન.ઍસ.ઍસના સ્વયંસેવકોને રાષ્ટ્રીય સેવા માટે અને દેશના આઝાદી માટે બલિદાન આપી ચૂકેલા મહાત્મા ગાંધીજી, ભગતસિંહ અને ઍમના સાથીઓ રાષ્ટ્રના સેવા કાર્ય માંથી સ્વયંસેવકો રાષ્ટ્ર સેવા અંગે પ્રેરણા લેવા તેમજ યુવાનોને હંમેશાં રાષ્ટ્ર સેવા માટે તેયાર રહેવા જણાવ્યું હતું વિજ્ઞાન કોલેજના આચાર્ય ડૉ.ઍ.જી ધારિયાઍ સ્વયંસેવકોને સેવા શબ્દોની સમજૂતી આપી, સેવા ના પ્રકારો વિશે વિદ્યાર્થીઓને સમજાયું હતું. સાથે જ પરિવાર, વડીલો ઘરના વૃદ્ધો વગેરેની સેવા તેમજ આજુબાજુના લોકોને સેવા પણ ઍક રાષ્ટ્રીય સેવા છે તેમ જણાવ્યું હતું.
