વલસાડમાં પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક મળી
- byDamanganga Times
- 23 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૨ ઃ વલસાડ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતની અધ્યક્ષતામાં આત્મા ગર્વનિંગ બોર્ડ તેમજ પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ મીટીંગ દરમિયાન જિલ્લામાં ચાલી રહેલી પ્રાકૃતિક કૃષિની કામગીરીની માહિતી પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી. ઍન. પટેલ દ્વારા કમિટીને આપવામાં આવી હતી.
મીટિંગમાં જિલ્લા ખેતીવાડી અધિકારી અરૂણ ગરાસિયા, બાગાયત ખાતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તેમજ યુનિવર્સિટી અને પ્રગતિશીલ ખેડૂતો જોડાયા હતા. અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા વિકાસ અધિકારી ચપલોત ઍ પ્રાકૃતિક કૃષિને વધુ અસરકારક બનાવવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરવા માટે સૂચન કર્યુ હતું. આગામી સમયમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો કાર્યક્રમ વલસાડ જિલ્લામાં યોજાવાનો હોય તે સંદર્ભે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
