Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડ જીલ્લામાં ગત વર્ષે અભયમ હેલ્પલાઈનને ૨૭૪૩ કોલ મળ્યા

વલસાડ જીલ્લામાં ગત વર્ષે અભયમ હેલ્પલાઈનને ૨૭૪૩ કોલ મળ્યા


(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૨૨ ઃગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને ઇ. ઍમ. આર. આઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા કાર્યાન્વિત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાતની પીડીત મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. મહિલાઓની શારિરીક, માનસિક, જાતીય સતામણી કે ઘરેલુ હિંસા સહિતની હેરાનગતીમાં અસરકારક કાઉન્સેલિંગ, સરકારની ઍજન્સીઓ સાથે સંકલન કરી મદદ, માર્ગદર્શન અને બચાવ કાર્ય કર્યા છે. લગ્નજીવનના વિખવાદો, પાડોશી સાથેના અણબનાવ, બિનજરૂરી કોલ-મેસેજથી હેરાનગતી, છેડતી વગેરે કિસ્સાઓમાં મદદરૂપ બની દિન પ્રતિદિન મહિલાઓમાં વધુ વિશ્વાસ અને પ્રતિભાવ મેળવવામાં આવી રહ્ના છે.
જેથી આજે ગુજરાતની મહિલાઓ, યુવતીઓ અને વિદ્યાર્થીનીઓ માટે અભયમ ઍક સાચી સહેલી તરીકે બની રહી છે.
જાન્યુઆરી ૨૦૨૫ થી ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે રાજ્યભરમાંથી કુલ ૧૮૩૫૨૦ કોલ આવ્યા હતા. ૩૭૭૮૦ જેટલા અતિ સંવેદનશીલ કિસ્સાઓમાં અભયમ ટીમ ઘટનાસ્થળે પહોચી મદદ, માર્ગદર્શન અને બચાવકાર્ય કર્યા હતા. જયારે અન્ય કિસ્સાઓમાં અસરકારક કાઉન્સેલિંગ, સરકારી ઍજન્સીઓ સાથે સંકલન કરી આશ્રય, જરૂરી સહયોગ અને સમાધાન કરાવ્યું છે. વલસાડ જીલ્લામાં વર્ષ ૨૦૨૫ દરમિયાન ૨૭૪૩ જેટલા જરૂરિયાતમંદ મહિલાઓના કોલ આવ્યા હતા, જેમાંથી ૫૫૩ કિસ્સાઓમાં અભયમ રેસ્ક્યુ વાન ડિસ્પેચ કરવામાં આવી હતી. આ કેસોમાં સમાધાન ૩૯૩ અને ૧૩૭ કેસમાં મહિલાઓને બચાવ અર્થે વિવિધ ઍજન્સીઓમાં રિફર કરવામાં આવ્યા હતા. કુલ કોલમાં કસ્ટડીના ૬૨, ઘરેલુ હિંસાના ૧૨૯૧, લગ્ન જીવનના વિખવાદો ૧૮૯, જનરલ માહિતી અને સરકારી મહિલાલક્ષી યોજનાઓની પ્રાથમિક માહિતીના ૧૫૭, શારીરિક, માનસીક, જાતીય હેરાનગતીના ૩૬૪, પરીવાર છોડેલ ૫૨, અન્ય સબંધોના ૭૩, કાયદાકીય માર્ગદર્શન ૩૬, બીનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિનાં ૪૯ અને અન્ય મહિલાલક્ષી પ્રશ્નોના ૪૫૦ જેટલા કોલ આવ્યાં હતાં.
વર્ષ દરમિયાન જીલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, નારી સંરક્ષણ ગૃહ, ઓ.ઍસ.સી, પી.બી.ઍસ.સી, આશ્રય ગૃહ અને સ્થાનિક સંસ્થાઓ અને કાર્યકરો તરફથી નોંધપાત્ર સહયોગ મળી રહ્ના હતો.
આમ અભયમ ટીમ દ્વારા લગ્નજીવન અને લગ્ન બહારના સબંધો, ઘરેલું હિંસા, શારીરિક માનસિક અને જાતિય સતામણી અને બીનજરૂરી કોલ મેસેજથી હેરાન થતા મહિલાઓ, યુવતીઓ અને વિદ્યાર્થીનીઓના જીવનમાં આવેલ આપતીમાં મદદ, માર્ગદર્શન અને બચાવ દ્વારા મહિલા સલામતી, શાંતિ અને પારીવારીક, સામાજિક ઍકતા અને સુલેહ માટે -શંસનીય કાર્ય કરવામાં આવ્યું હતું.