વલસાડ જિલ્લાના મદદનીશ નોંધણી સર નિરીક્ષક દિવ્યેશ પટેલ પી.ઍચડી થયા
- byDamanganga Times
- 23 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૨ ઃ વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના કોપરલી ગામમાં રહેતા અને ગુજરાત સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં મદદનીશ નોંધણી સર નિરીક્ષકની કચેરીમાં વલસાડ જિલ્લામાં મદદનીશ નોંધણી સર નિરીક્ષક તરીકે ફરજ બજાવતા દિવ્યેશકુમાર ઍમ. પટેલે પોરબંદરની કે.ઍચ.માધવાણી આર્ટસ ઍન્ડ કોમર્સ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગના ઍસોસિઍટ પ્રોફેસર અને અધ્યક્ષ ડો. મુકેશ રાણા ગરેજાના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિષયમાં ‘‘આદિવાસીઓના આર્થિક વિકાસમાં ગાંધીવાદી બિનસરકારી સંગઠનોની ભૂમિકા – (વલસાડ જિલ્લાનો ઍક અભ્યાસ) ROLE OF GANDHIAN NON GOVERNMENT ORGANIZATIONS IN ECONOMIC DEVELOPMENT OF ADIVASIS : A CASE STUDY OF VALSAD DISTRICT અંગે થીસીસ તૈયાર કરી હતી. જેને જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીઍ માન્ય રાખી પી.ઍચડી (ડોકટર ઓફ ફિલોસોફી)ની પદવી ઍનાયત કરી છે. જેને પગલે વલસાડ જિલ્લાના મહેસૂલ વિભાગના અધિકારીશ્રી દિવ્યેશકુમાર ઍમ. પટેલને યુનિ.ના સ્ટાફ, પરિવારજનો અને સાથી અધિકારી તેમજ કર્મચારીઓઍ અભિનંદન પાઠવ્યા હતા.
