વલસાડ ડેપોમાં સેફટી અવેરનેસ પ્રોગ્રામ યોજાયો
- byDamanganga Times
- 23 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૨ ઃ વલસાડ ઍસટી ડેપો ખાતે રોડ સેફટી કાર્યક્રમ અંતર્ગત ડેપોના કર્મચારીઓ, ડ્રાઇવર, કંડકટર તેમજ મિકેનિક કર્મચારીઓને રાખવાની થતી કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે સીટબેલ, રોંગ સાઈડ ડ્રાઇવિંગ ન કરવા, ઓવર સ્પીડિંગ ન કરવું, ડ્રાઇવિંગ વખતે મોબાઈલ ઉપયોગ ન કરવા તેમજ હાલમાં ચાલી રહેલા સાઇબર ક્રાઇમ બાબતે રાખવાની થતી સાવચેતી અંગે સૂચનો આપવામાં આવ્યા હતા તથા અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓને મદદરૂપ થવા રાહવીર તરીકે ખાસ મદદરૂપ થવા બાબતે ભાર મુક્યો હતો.
આ કાર્યક્રમમાં વલસાડ આરટીઓ ઇન્સ્પેક્ટર ઍ. ડી. ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.ઍસ. પટેલ તેમજ ૧૦૮ના કર્મચારીઓ હાજર રહ્ના હતા. વલસાડ ઍસટી ડેપો મેનેજર અનિલભાઈ અટારા તેમજ કાર્યક્રમમાં હાજર આસિસ્ટન્ટ ટ્રાફિક ઇસ્પેક્ટર પ્રવીણભાઈ રાઠોડ તેમજ ડેપોના કર્મચારીઓઍ આભાર વ્યક્ત કર્યો હતો.
