વલસાડ જીલ્લાના ત્રણ ખેલાડીઅો વડોદરાની ઍથ્લેટિકસમાં ઝળકયા
- byDamanganga Times
- 23 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૨ ઃ ૮ મી ગુજરાત રાજ્ય માસ્ટર ગેમ્સ ૨૦૨૬ તારીખ ૧૮-૦૧-૨૦૨૬ ને રવિવારના રોજ ઍમ.ઍસ યુનિવર્સિટી વડોદરા ખાતે રમાઈ હતી જેમાં વલસાડ જિલ્લામાંથી ત્રણ ખેલાડીઓ વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં સાર્વજનિક હાઈસ્કૂલ ડુંગરીના શિક્ષક ભરતકુમાર રમણલાલ પટેલ જેમણે ૫૦ પ્લસ ઍજ ગ્રુપમાં ત્રણ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં ૩૦૦૦ મીટર વોક અને ૧૫૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ અને ૮૦૦ મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ પ્રા કર્યો હતો તેમજ રોલા ગામના નિવૃત્ત શિક્ષક રમેશભાઈ પટેલ જેમણે ૬૫ પ્લસ ઍજ ગ્રુપમાં ત્રણ સ્પર્ધામાં ભાગ લીધો હતો ૩૦૦૦ મીટર ૧૫૦૦ મીટર અને ૮૦૦ મીટર દોડ આ ત્રણેયમાં ગોલ્ડ મેડલ પ્રા કર્યો હતો તેમજ માલવણના વતની અને વાપી ઍસ ટી ડેપોમાં નોકરી કરનાર ભાવેશ પટેલ જેમણે ૪૦ પ્લસ ઍજ ગ્રુપમાં ભાગ લીધો હતો જેમાં ૮૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને ૪૦૦ અને ૨૦૦ મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ પ્રા કર્યો હતો. વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૬ સુધી સતત પાંચ વર્ષ રાજ્ય કક્ષાઍ તેમજ નેશનલ કક્ષાઍ સિદ્ધિ મેળવવા બદલ સાર્વજનિક હાઈસ્કૂલ ડુંગરીના આચાર્ય રિતેશકુમાર ડી. પટેલ તેમજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક હાઈસ્કૂલ ડુંગરીના પ્રમુખ ચંદુભાઈ પટેલ મંત્રી મનુભાઈ પટેલ સાહેબે આ સિદ્ધિ મેળવવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવે છે અને ભવિષ્યમાં પણ ખુબ પ્રગતિ કરી શાળાનું નામ રોશન કરો ઍવી શુભેચ્છા પાઠવી હતી.
